વ્યક્તિએ 100 વર્ષ જૂનો ટ્રેનનો ડબ્બો ખરીદીને શરૂ કરી હોટલ, એક રાત રોકાવાના કેટલા રૂપિયા? જૂઓ વીડિયો
- લોકો તેમના ઘરના દરેક રૂમને હોટેલ અથવા લોજમાં ફેરવી રહ્યા છે અને તેમાંથી પૈસા કમાય છે
HD ન્યૂઝ ડેસ્ક, 19 ડિસેમ્બર: આજકાલ હોટેલ બિઝનેસ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. લોકો તેમના ઘરના દરેક રૂમને હોટેલ અથવા લોજમાં ફેરવી રહ્યા છે અને તેમાંથી પૈસા કમાય છે. આ સર્વિસ એવા શહેરોમાં ખૂબ જ લોકપ્રિય છે જે પ્રવાસન સ્થળો હોય છે. એક અમેરિકન વ્યક્તિને પણ આવો જ વિચાર આવ્યો, પરંતુ તેણે તેના ઘરને કન્વર્ટ ન કર્યું પરંતુ ટ્રેનના ડબ્બાને હોટેલમાં ફેરવી નાખ્યો. વ્યક્તિએ 100 વર્ષ જૂનો ટ્રેનનો ડબ્બો ખરીદ્યો અને તેને હોટલમાં બદલી નાખ્યો. પછી શું? લોકો ત્યાં રહેવા આવવા લાગ્યા અને હવે લોકોને એક રાત રોકાવા માટે અધધ રકમ ચૂકવવી પડે છે આનાથી કમાણી કરીને વ્યક્તિ ટૂંક સમયમાં કરોડપતિ બની જશે!
જૂઓ વીડિયો
View this post on Instagram
અહેવાલ મુજબ, અમેરિકાના ઇડાહોના રહેવાસી 27 વર્ષીય આઇઝેક ફ્રેન્ચના ઘર પાસે એક ખેડૂત રહેતો હતો. તેની પાસે 100 વર્ષ જૂનો ટ્રેનનો ડબ્બો હતો. આઇઝેકે આ ટ્રેનનો ડબ્બો 2.4 લાખ રૂપિયામાં ખરીદ્યો. આ ડબ્બો ભંગારની જેમ ખેડૂત પાસે પડેલો હતો, જે દરેક માટે નકામો હતો.. આ વ્યક્તિના જણાવ્યા મુજબ, ડબ્બો સડી ગયો હતો અને તેનું લાકડું બગડી ગયું હતું, શેવાળ ઉગી ગઈ હતી અને ડબ્બામાં લગભગ 20 બિલાડીઓ રહેતી હતી.
પરિવારને હોટલ ડિઝાઇન કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો!
આઇઝેક અને તેમના પિતાને લગભગ 2 વર્ષ લાગ્યા એવા વ્યક્તિ શોધમાં કે જે આ 61-ફીટના આ ડબ્બાને ઉપાડવામાં મદદ કરી શકે. જ્યારે તેઓએ આ ડબ્બાને ત્યાંથી હટાવ્યો, ત્યારે તેને રિપેર કરવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો. ડબ્બાના રિનોવેશનમાં તેમને લગભગ 1.2 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. જેમાં ડેક બાંધવા, ફ્લોર રિપેર કરવા, ઇલેક્ટ્રિકલ વર્ક કરવા અને નવું ફર્નિચર ખરીદવાથી લઈને બધું જ સામેલ છે. આઇઝેકને 7 ભાઇઓ અને 2 બહેનો છે. દરેક વ્યક્તિમાં કંન્સ્ટ્રક્શન સ્કિલ છે. આ કારણે, પરિવારે મોટાભાગનું રિનોવેશનનું કામ જાતે જ કર્યું.
એક રાત માટે હજારો રૂપિયા ચૂકવવા પડે છે
પરિવારને એ જ ટ્રેનના ડબ્બાનો જૂનો ફોટો પણ મળ્યો, જેના કારણે તેઓએ તેની ડિઝાઇન પહેલા જેવી જ રાખી. જેમ પહેલા હતું. તેમણે ટ્રેનની અંદર પેસેન્જર રૂમ, લિવિંગ રૂમ વગેરે બનાવ્યા. કાર્ગો એરિયામાં કોટ અને લગેજ રેક બનાવી. આ સિવાય સ્લાઈડિંગ ડોર સાથે બાથરૂમ પણ બનાવ્યા. આમાં બેડરૂમ પણ બનાવવામાં આવ્યા છે. તેઓએ તેને AirBnB સાથે રજીસ્ટર કરાવ્યું છે અને લોકોને એક રાત રોકાવા માટે 27 હજારથી 29 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. તેમના પરિવારે 1 વર્ષમાં 97 લાખ રૂપિયા સુધીની કમાણી કરી છે.
આ પણ જૂઓ: એવું શું છે આ વીડિયોમાં કે 10 દિવસમાં 20 લાખ (બે મિલિયન) વ્યૂ થઈ ગયા?