રવિચંદ્રન અશ્વિન વતન પરત ફર્યો, થયું ભવ્ય સ્વાગત, જૂઓ વીડિયો
ચેન્નઈ, તા. 19 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસેબનના ગાબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ બાદ ભારતના સ્ટાર સ્પિન ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન એ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. સંન્યાસની જાહેરાત બાદ અશ્વિન ઑસ્ટ્રેલિયા પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકીને વતન ચેન્નઈ પરત ફર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યાના 24 કલાકમાં ચેન્નઈ પહોંચેલા અશ્વિનનું ઘરઆંગણે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના પરિવારજનો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. રવિચંદ્રન અશ્વિને કહ્યું, હું સીએસકે માટે રમવા જઈ રહ્યો છું. જો હું શક્ય તેટલા લાંબા સમય સુધી રમવાનો પ્રયાસ કરીશ. મને નથી લાગતું કે અશ્વિન ક્રિકેટર તરીકે સમાપ્ત થઈ ગયો છે, મારામાં હજુ ક્રિકેટ બાકી છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું નિવૃત્તિની જાહેરાત કરવી મુશ્કેલ નિર્ણય હતો, ત્યારે તેણે કહ્યું, એવું નથી. ઘણા લોકો માટે તે ભાવનાત્મક હશે, કદાચ તે તેમાં ડૂબી જશે. પરંતુ મારા માટે, તે રાહત અને સંતોષની એક મોટી ભાવના છે. નિવૃત્તિ અંહગે થોડા સમય માટે મારા મગજમાં ચાલી રહ્યું હતું પરંતુ તે ખૂબ જ સહજ હતું. મેં તેને ચોથા દિવસે અનુભવ્યું અને તેને પાંચમા દિવસે જાહેરાત કરી.
#WATCH | Tamil Nadu: People extend a warm welcome to cricketer Ravichandran Ashwin as he arrives at his residence in Chennai, a day after announcing his retirement from International Cricket. pic.twitter.com/rUt5BFX3rA
— ANI (@ANI) December 19, 2024
પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું હતું અશ્વિને?
રવિચંદ્રન અશ્વિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો. એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ. અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, ઘણા વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, બીસીસીઆઈ અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર. નવા પડકારો મારી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા હૃદયમાં વિશેષ સ્થાન જાળવી રાખશે.
ઑલરાઉન્ડર અશ્વિનની કેવી છે કરિયર
આર અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે. તેણે 5 વિકેટ 37 વખત અને 10 વિકેટ 8 વખત ઝડપી છે. આ ઉપરાંત 6 સદી અને 14 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 124 રન છે. તેણે 116 વન ડેમાં 156 વિકેટ લીધી છે અને 707 રન પણ બનાવ્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 65 મેચમાં 72 વિકેટ ઝડપી છે. આઈપીએલની 211 મેચમાં તેણે 180 વિકેટ ઝડપા સહિત 800 રન પણ બનાવ્યા છે.
આ પણ વાંચોઃ અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, જાણો કેવી છે કરિયર