ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક દેશ-એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય કમિટીમાં આ ગુજરાતી સાંસદનો થયો સમાવેશ

Text To Speech

નવી દિલ્હી, તા.19 ડિસેમ્બર, 2024: એક દેશ-એક ચૂંટણી માટે સંયુક્ત સંસદીય કમિટીની રચના કરવામાં આવી છે. 21 સભ્યોની JPCમાં ગુજરાતના રાજકોટથી ભાજપ સાંસદ પરષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર અને પ્રિયંકા ગાંધી સહિતના સાંસદોના નામ સામેલ છે. આ કમિટીની અધ્યક્ષતા ભાજપ સાંસદ પી.પી.ચૌધરી કરશે. વન નેશન – વન ઇલેક્શન બિલનો લોકસભામાં સ્વીકાર કરી લેવાયો છે. હવે તેને સંયુક્ત સંસદીય સમિતિની પાસે મોકલી દેવાયું છે.

લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યો સામેલ હશે.જેપીસીની ભલામણો મળ્યા બાદ હવે નરેન્દ્ર મોદી સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પાસ કરાવવાનો હશે. કારણ કે વન નેશનલ વન ઇલેક્શનથી જોડાયેલું બિલ બંધારણ સંશોધન વિધેયક છે એટલા માટે લોકસભા અને રાજ્યસભામાં આ બિલને પાસ કરાવવા માટે વિશેષ બહુમતીની જરૂર હશે. કલમ 368(2) હેઠળ બંધારણ સંશોધન માટે વિશેષ બહુમતીની જરૂરિયાત હોય છે. તેનો અર્થ છે કે દરેક સંસદમાં એટલે કે લોકસભા અને રાજ્યસભામાં ઉપસ્થિત અને મતદાન કરનારા સભ્યોના બે-તૃત્યાંશ બહુમતી દ્વારા આ વિધેયકને મંજૂરી આપવાની રહેશે.આ સમિતિમાં રાજ્યસભાના 10 સભ્યોને પણ સામેલ રકાયા છે, જે બિલની સમીક્ષામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.

શું કરશે જેપીસી?

સરકારે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની પાસે મોકલ્યું છે. JPCનું કામ છે, તેના પર વ્યાપક વિચાર-વિમર્શ કરવો, અલગ અલગ પક્ષકારો અને વિશેષજ્ઞો સાથે ચર્ચા કરવી અને પોતાની ભલામણો સરકારને આપવી.

આ પણ વાંચોઃ Weather: ઉત્તર ભારતમાં ફરી વળી શીતલહેર, આ રાજ્યોમાં વરસાદની આગાહી

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button