મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર, Ahmedabad Metro (Official) એપ લોન્ચ કરાઈ
- મુસાફરો હવે પોતાના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે
- ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે
- એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ
અમદાવાદ, 18 ડિસેમ્બર : અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજે તેમના માટે મોબાઈલ ટિકિટ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. જેના થકી મુસાફરો સરળતાથી પોતાની ટિકિટ બૂક કરાવી શકશે. ઉપરાંત તેનું પેમેન્ટ ઓનલાઈન પણ કરી શકશે.
આજે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી
GMRC દ્વારા આજે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જાહેરાત કરે છે કે તેની મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro (Official)” આજે લોન્ચ કરેલ છે. “Ahmedabad Metro (Official)” એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે.
આ ઉપરાંત મુસાફરો ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ ૨૩/૧૨/૨૦૨૪ થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો :- શું તમારે વેઈટિંગ ટ્રેનની ટિકિટ કન્ફર્મ કરાવવી છે? તો આ છે ફોર્મ્યુલા, જાણો તમારી સીટ કયા સુધી કન્ફર્મ થઈ શકે?