ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

પતિ-પત્ની વચ્ચે સેલ્ફીનો મામલો પહોંચ્યો છૂટાછેડા સુધી, અને પછી જજે કરાવ્યું આ રીતે સમાધાન

મંદસૌર, 18 ડિસેમ્બર, લગ્ન પછી સબંધમાં તકરાર આવવી સામાન્ય વાત છે પરંતુ નાની-નાની વાતોમાં ઝગડો થવોએ ચિંતાનો વિષય બની જાય છે. એનાથી છુટકારો મેળવવા માટે વાસ્તુના નિયમોનો પાલન કરવું ફાયદાકારક સાબિત થઇ શકે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના મંદસોરની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ સેલ્ફી ન લેવાના કારણે તેના પતિથી ગુસ્સે થઈને છૂટાછેડા માટે અરજી કરી દીધી હતી. આ અરજી બાદ મહિલા 4 વર્ષ સુધી પિયર પણ જતી રહી હતી. આખરે ન્યાયાધીશે પતિને મંદિર જઈને પત્ની સાથે સેલ્ફી લેવાનો આદેશ આપ્યો હતો. સેલ્ફી લીધા બાદ મહિલા ખુશીથી સાસરે પાછી ફરી હતી.

પતિ-પત્નીનો સબંધ એક એવા સબંધ જવો હોય છે, જેમાં પ્રેમ સાથે સાથે તકરાર પણ હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં મંદસૌરમાં, એક પત્ની તેના પતિથી ગુસ્સે હતી કારણ કે તેણે તેની સાથે સેલ્ફી ન લીધી. સેલ્ફી ન લેવાના કારણે ઝગડો એ હદ સુધી આગળ વધી ગયો કે આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો. પતિએ સેલ્ફી લેવાની ના પડતાં પત્નીએ તેણે છૂટાછેડા આપવાનું નક્કી કરી લીધું હતું. આવી સ્થિતિમાં જજે પતિને મંદિરમાં જઈને સેલ્ફી લેવાનો આદેશ આપ્યો હતો. આ રીતે છૂટાછેડા ટાળવામાં આવ્યા હતા.

જાણો સમગ્ર મામલો ?
મંદસૌર લોક અદાલતમાં ઘણા વર્ષોથી વિખૂટા પડી ગયેલા પરિવાર એક થયા. ચીફ જસ્ટિસ ગંગાચરણ દુબેએ આ મામલામાં મધ્યસ્થી કરી અને પતિ સાથે સેલ્ફી ન લેવા પર ગુસ્સે થયેલી પત્નીને શાંત કરી. વાસ્તવમાં, ન્યાયાધીશે પતિ-પત્નીને ભગવાન પશુપતિનાથના મંદિરે મોકલ્યા અને ભગવાનને સાક્ષી માનીને પતિને પત્ની સાથે સેલ્ફી લેવાની સૂચના આપી. પતિએ કોર્ટના આદેશનું પાલન કર્યું, જેના કારણે ઘર છોડી ગયેલી નારાજ પત્નીએ પોતાનો ગુસ્સો છોડી દીધો અને પતિ સાથે જવા સંમત થઈ. પાયલ (નામ બદલ્યું છે) ના લગ્ન 21 ડિસેમ્બર 2020 ના રોજ મહેન્દ્ર સાથે થયા હતા. પાયલ માત્ર ચાર-પાંચ દિવસ જ તેના સાસરિયાના ઘરે રહી હતી. મહેન્દ્ર તેને લેવા ગયો ત્યારે તેની પત્ની અને તેના પરિવારના સભ્યો તેની સાથે ઝઘડો કર્યો હતો.

4 વર્ષ દરમિયાન અનેક પ્રયાસો બાદ પણ પત્ની વિવાદનો અંત લાવવા માટે આવી ન હતી. વિવાદ વધતો જ ગયો. છૂટાછેડાની અરજી કરી હતી. જ્યારે પાયલે ભરણપોષણનો કેસ રજૂ કર્યો હતો. લોક અદાલતમાં સમાધાન કરતી વખતે ન્યાયાધીશે સેલ્ફી માટે સૂચના આપી હતી અને સેલ્ફી લઈને સમાધાન કરાયું હતું. આ પછી, ન્યાયાધીશની સૂચના પર, નયી આબાદી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજકુમાર અને ભગવાન પશુપતિનાથ મંદિરના મેનેજમેન્ટની મદદથી મંદિરમાં લેવાયેલી સેલ્ફીનો ફોટો રજૂ કરવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે અને લોકોનું કહેવું છે કે ક્યારેક કોઈ નાની વાત સંબંધ તૂટવાનું કારણ બની જાય છે, આવી સ્થિતિમાં સાવધાન રહો અને સંબંધોને બચાવો.

આ પણ વાંચો…માત્ર 20 રૂપિયામાં ટાલિયાપણા માંથી મુક્તિ! જાહેરાત જોઈ ગામ ગાંડું થયું, જુવો વીડિયો

Back to top button