અમદાવાદ: રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો થશે FIR; નિયમો તોડનારાને ચલણ નહીં, સીધા જેલ હવાલે કરો; હર્ષ સંઘવીએ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમમાં કરી ટકોર
અમદાવાદ 18 ડિસેમ્બર 2024; શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા વાઈડ એંગલ સિનેમા ખાતે પસંદગી પામેલ શોર્ટનાં ફિલ્મ વિજેતાઓને સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. અગાઉ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શોર્ટ ફિલ્મ કોમ્પીટીશન આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતાઓને ચેક સહિત એવોર્ડ આપવામાં આવ્યા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો! માત્ર દંડ ઉઘરાવાથી કામ નહીં ચાલે, શહેર પોલીસ કમિશનર જીએસ મલીકે પણ વિસ્તારથી જણાવ્યું હતું.
નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઘટનામાં સૌથી સરળ સ્ટેપ પોલીસની ટીકા કરવી હોય છે. જો કે, પૉક્સો કેસમાં પોલીસને ઝડપી ચાર્જશીટની સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ અમારો સ્ટેપ ટ્રાફિક બાબતે ઝડપી કામગીરીનો રહેશે, આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર પણ કરી હતી. ટ્રાફિકનાં નિયમો મુદ્દે કડક કાર્યવાહીનાં આદેશ સાથે તેમણે કહ્યું કે, સિગ્નલ તોડતા, રોંગ સાઈડ આવતા લોકોનો ફાઈન ન કરો. નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો. આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGP ને વધુ કડક થવા આદેશ કર્યો હતો.
ટ્રાફિકના મુદ્દાઓમાં રોડ એન્જિનિયરનો રોલ અગત્યનો
ગૃહમંત્રી વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક આગે રોડ એન્જિનિયરોનો પણ મહત્વનો ભાગ હોય છે. રોડની ડિઝાઇન પણ ખૂબ લાંબા વિઝનો સાથે બનાવવાની હોય છે. તમામ રોડ એન્જિનિયરોને મુખ્યમંત્રી દ્વારા સૂચનો અપાયા છે. રાજ્યના તમામ શહેરોમાં રોડની કામગીરીનાં એન્જિનિયરોનું જીવણટપૂર્વક ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર એકમાત્ર એવું છે કે જ્યાં એકસીડન્ટના કેસો, ટ્રાફિક અંગેના કેસોમાં ઘટાડો થયો છે.
120થી વધારે મૃત્યુ ઓછા કર્યા; 25% ઘટાડો
ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે અમદાવાદ પોલીસ દ્વારા અગાઉ દસ દિવસની ટ્રાફિક કોમ્બિંગ કરવામાં આવી હતી. જેના આંકડા જુઓ તો અમદાવાદ પોલીસની કામગીરી પ્રશંશય છે. અમદાવાદમાં પોલીસે 120 થી વધારે મૃત્યુ ઓછા કર્યા છે જે 25% જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ ઘટાડો જોઈને અમદાવાદ પોલીસની અટકવાનું નથી, આ આંકડો 100% સુધી લઈ જવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એકસીડન્ટના કેસોમાં ઘટાડો થયો એ માત્ર ટ્રાફિક પોલીસનો નહીં પણ તમામ લોકોનો સાથ સહકાર છે. તેમણે શહેર પોલીસના કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.