ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Jio આપી રહ્યું છે ફ્રી 100 GB AI Cloud સ્ટોરેજ, આ રીતે ઑફરનો ફાયદો ઉઠાવો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકો માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. કંપની ‘Jio AI ક્લાઉડ વેલકમ ઑફર’ હેઠળ યુઝર્સને 100 GB ક્લાઉડ સ્ટોરેજ ફ્રીમાં આપી રહી છે. જો તમે ઓનલાઈન ક્લાઉડ સ્ટોરેજમાં મીડિયા ફાઈલ, ફોટો, વીડિયો કે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો છો, તો તમે આ ઑફરનો લાભ લઈ શકો છો. 100 GB ક્લાઉડ સ્ટોરેજ તમને ઓનલાઈન ડેટા સેવ કરવા માટે મોટી સ્પેસ આપે છે. ચાલો જાણીએ કે 100 GB AI ક્લાઉડ સ્ટોરેજ કેવી રીતે મેળવવું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ વર્ષે યોજાયેલી 47મી એનયુઅલ જનરલ મીટિંગ (AGM)માં Jio AI ક્લાઉડ વેલકમ ઓફરની જાહેરાત કરી હતી. હવે Jio પ્રીપેડ અને પોસ્ટપેડ બંને ગ્રાહકો આ ઓફરનો લાભ લઈ શકે છે. તમે JioCloud એપ દ્વારા ક્લાઉડ સ્ટોરેજ વિકલ્પો વધારી શકો છો.

Jio ની AI Cloud સ્વાગત ઓફર
Jioની વેલકમ ઑફર એન્ડ્રોઇડ, iOS અને વેબ એમ ત્રણેય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. પહેલા JioCloud માત્ર 5 GB ફ્રી સ્ટોરેજ આપતું હતું. પરંતુ આ અપડેટ પછી, Jio યૂઝર્સને કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના 100 GB ક્લાઉડ સ્ટોરેજ મળશે. જો કે, આ ઓફર મર્યાદિત સમય માટે છે, કારણ કે કંપની કોઈપણ સમયે 100 GB સ્ટોરેજ જાળવી રાખવા માટે ચાર્જ લેવાનું શરૂ કરી શકે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

જિયો ગૂગલ-એપલને ટક્કર આપે છે
100 GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજની પહેલ કરીને, Jio એ ક્લાઉડ સ્ટોરેજ માર્કેટમાં અન્ય કંપનીઓને મોટી સ્પર્ધા આપવાનો પ્રયાસ કર્યો છે. Google ડ્રાઇવ માત્ર 15 GB મફત ક્લાઉડ સ્ટોરેજ ઑફર કરે છે, જ્યારે Apple iCloud માત્ર 5 GB ક્લાઉડ સ્ટોરેજ ઑફર કરે છે. Microsoft OneDrive હેઠળ 5 GB ક્લાઉડ સ્ટોરેજ પણ આપવામાં આવે છે.

Google અને Appleની ક્લાઉડ સ્ટોરેજ સેવાની કિંમત

Google ડ્રાઇવ: 100 GB ક્લાઉડ સ્ટોરેજ માટે રૂ. 130/મહિને અથવા રૂ. 1300/વર્ષ.
Apple iCloud: 200 GB ક્લાઉડ સ્ટોરેજ માટે રૂ. 219/મહિને.

આ રીતે તમને મફત 100 GB ક્લાઉડ સ્ટોરેજ મળશે
Jio સ્વાગત ઓફરના 100 GB ક્લાઉડ સ્ટોરેજનો દાવો કરવા માટે, તમારી પાસે તમારા ફોનમાં MyJio એપ્લિકેશનનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ હોવું આવશ્યક છે. એપ ખોલવા પર એક પોપ-અપ નોટિફિકેશન આવશે જેમાં ઓફર આપવામાં આવશે.

જો આ પોપ-અપ દેખાતું નથી, તો તમને એપની અંદર જ ‘100 GB ક્લાઉડ સ્ટોરેજ’નું બેનર દેખાશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમે JioCloud પર સીધા જ 100 GB સ્ટોરેજ પર પહોંચી જશો. ક્લાઉડ સેવાનો સંપૂર્ણ લાભ લેવા માટે JioCloud એપ ડાઉનલોડ કરો.

આ પણ વાંચો : ડૉ. આંબેડકર અંગે અમિત શાહના નિવેદન પર રાજકીય વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો?

Back to top button