ગુજરાતટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

શું આધાર કાર્ડમાં ઘરે બેઠા ફોટો બદલી શકાય? જાણો કામની વાત

Text To Speech

નવી દિલ્હી,તા.18 ડિસેમ્બર, 2024: આધાર કાર્ડ આજે સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. તાજેતરમાં જ સરકારે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવવાની સમયમર્યાદા છ મહિના લંબાવી છે. જોકે ઘણી વખત લોકોને તેમના આધાર કાર્ડમાં આવેલો ફોટો ગમતો નથી હતો. જેને તેઓ બદલાવવા માંગતા હોય છે. જોકે ઘરે બેસીને આ શક્ય નથી.

ફોટ બદલાવવા માંગતા હો તો તમારે એનરોલમેન્ટ/કરેક્શન સેન્ટર અથવા આધાર સર્વિસ સેન્ટર પર જવું પડશે. આ સમય દરમિયાન તમારે ફોટો બદલવા માટે કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. જોકે, ફોટો બદલવા માટે તમારે 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.

આધાર કાર્ડનો ફોટો બદલવામાં કેટલો સમય લાગે છે?

આધાર કાર્ડ અપડેશનની સ્થિતિને ટ્રેક કરવા માટે સ્લિપ પર લખેલા યુઆરએન નંબરનો ઉપયોગ કરો. આ નંબરની મદદથી, અપડેટની સ્થિતિ યુઆઈડીએઆઈની વેબસાઇટ પર જોઈ શકાય છે. ફોટા બદલવામાં 30 થી 90 દિવસ લાગે છે.

આ રીતે તમે તમારા આધાર કાર્ડનો ફોટો બદલી શકો છો

  • યુઆઈડીએઆઈની વેબસાઇટ પર જાઓ.
  • તમારું આધાર નોંધણી ફોર્મ ડાઉનલોડ કરો.
  • ફોર્મ ભરો અને તેને તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્ર અથવા આધાર સેવા કેન્દ્રમાં સબમિટ કરો.
  • તમારી બાયોમેટ્રિક વિગતો ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન સાથે આધાર કેન્દ્ર પર લેવામાં આવશે.
  • એકવાર આની પુષ્ટિ થઈ જાય પછી, તમારો લાઇવ ફોટો લેવામાં આવશે, જે જૂના ફોટો સાથે બદલાઈ જશે.
  • આ માટે તમારી પાસેથી 100 રૂપિયાની ફી પણ લેવામાં આવશે અને તમારો ફોટો અપડેટ કરવામાં આવશે.

આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવાની સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ નથી, જેનો અર્થ છે કે તમે ઘરે મોબાઇલ દ્વારા તમારા આધાર કાર્ડમાં જૂનો ફોટો બદલી શકતા નથી. તેથી જો તમને તમારા આધાર કાર્ડનો ફોટો પસંદ નથી અને તમે તેને બદલવા માંગો છો, તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને તેને સરળતાથી બદલી શકો છો.

આ પણ વાંચોઃ આધાર કાર્ડથી પરિવારના સભ્યોના આધાર કેવી રીતે કરી શકાય લિંક? જાણો કામની વાત

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button