ગુજરાત: ભીખારીના વેશમાં ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઇ
- રૂ.21.76 લાખની માલમતા સાથે બે તસ્કરોને ઝડપ્યા છે
- આરોપીઓને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી આગળની કાર્યવાહી હાથધરી
- જ્યારે એક મહિલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી
જામનગરમાં ભીખારીના વેશમાં ચોરીને અંજામ આપતી ગેંગ પોલીસના કબજામાં આવી ગઇ છે. જેમાં રૂ.21.76 લાખની માલમતા સાથે બે તસ્કરોને ઝડપ્યા છે. જ્યારે એક મહિલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ચોરી થઈ
નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ચોરી થઈ હતી અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા 21.76 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધ ખોળ હાથ કરી છે.
સોના, ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરી થઇ
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ સાંગાણીના રહેણાંક મકાનના ગત સપ્તાહે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કોઇ પણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી રૂમના નકુચાઓ તોડી, કબાટમાથી સોના, ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરીનો બનાવ બનવા પામેલ હતો. જેથી સદરહુ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ટીમ સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.
આરોપીઓને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી આગળની કાર્યવાહી હાથધરી
દરમ્યાન એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ.લગારિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળેલી કે, નાની વાવડીમા ગામમા ઘરફોડ ચોરી કરવામા જીવણભાઇ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા બન્નેએ અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે. જે બન્ને ઇસમો ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહ્યા છે. તેવી હકિકત આધારે બન્નેને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો: ગુજરાત: ઊંચા વળતરની લાલચે રોકાણ કરવાની સ્કીમમાં લોકોના કરોડો રૂપિયા ગયા