ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS: ગાબા ટેસ્ટ બની રોમાંચક, ઑસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 275 રનનો ટાર્ગેટ

Text To Speech

બ્રિસબેન, તા.18 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે, હાલ સીરિઝ 1-1ની બરાબરી પર છે. સીરિઝની ત્રીજી મેચ બ્રિસબેનના ગાબા સ્ટેડીયમમાં રમાઈ રહી છે. આજે મંગળવારે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે, હાલ મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગ 89/7 પર ડિકલેર કરી હતી. આ રીતે ભારતને જીતવા માટે 275 રનનો ટાર્ગેટ મળ્યો છે, જયારે મેચમાં 54 ઓવર બાકી છે. ટી બ્રેક સમયે ભારતે વિના વિકેટે 8 રન બનાવ્યા છે. જયસ્વાલ અને કેએલ રાહુલ બંને 4-4 રને રમતમાં છે.

આજના દિવસની શરૂઆતની પ્રથમ ઈનિંગ 260 રનમાં પૂરી થઈ હતી. આકાશ દીપ 31 રન બનાવી હેડની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ 10 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 89 રનમાં 7 વિકેટ ગુમાવીને ઑસ્ટ્રેલિયાએ દાવ ડિકલેર કર્યો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 જ્યારે મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી હતી.

બંને ટીમની આવી રહી પહેલી ઇનિંગ

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે 152 રન અને સ્ટીવ સ્મિથે 101 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 76 રનમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેએલ રાહુલ સર્વાધિક 84 રન બનાવ્યા હતા. જાડેજાએ 77 રનનું યોગદાન આપ્યું હતું. પેટ કમિંસે 81 રનમાં 4 અને મિચેલ સ્ટાર્કે 83 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી

પર્થમાં રમાયેલી BGTની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીત મેળવી હતી.
જો જોવામાં આવે તો અગાઉ બ્રિસબેન ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. જેમાંથી ભારતીય ટીમને 5 મેચમાં હાર મળી અને એક મેચ ડ્રો રહી છે. ગાબા ખાતે ભારતીય ટીમ એકમાત્ર ટેસ્ટ જાન્યુઆરી 2021માં જીતી હતી.

આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ બનાવનાર એકમાત્ર ભારતીય ખેલાડી બન્યો

Back to top button