ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

ઓસ્કારની રેસમાંથી બહાર થઈ લાપતા લેડીઝ, પહેલા રાઉન્ડમાં જ રિજેક્ટ!

Text To Speech
  • એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આની જાહેરાત કરી હતી

મુંબઈ, 18 ડિસેમ્બર: 97મા ઓસ્કાર એવોર્ડ્સમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી “લાપતા લેડીઝ” ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. કિરણ રાવના નિર્દેશનમાં બનેલી આ હિન્દી ફિલ્મ એ 15 ફિચર ફિલ્મોની યાદીમાં સામેલ નથી જે અંતિમ પાંચમા સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે. એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આજે બુધવારે સવારે આની જાહેરાત કરી હતી. જો કે, બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીની “સંતોષ”, જેમાં ભારતીય અભિનેત્રી શાહના ગોસ્વામી અને સુનિતા રાજવાર યુકેનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેણે શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે આ લિસ્ટમાં ફ્રાન્સની “એમિલિયા પેરેઝ”, “આઈ એમ સ્ટીલ હીયર”, “યુનિવર્સલ લેંગ્વેજ”, “વેવ્સ”, “ધ ગર્લ વિથ ધ નીડલ” અને જર્મનીની “ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ”નો પણ સમાવેશ થાય છે. “

અન્ય સ્પર્ધકો વિશે જાણો

જ્યારે કિરણ રાવની લાપતા લેડીઝને ઓસ્કાર માટે ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી ત્યારે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત હતા પરંતુ હવે ફિલ્મ પહેલા રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. અન્ય સ્પર્ધકો છે “ટચ”, “નીકેપ”, “વર્મીગ્લિઓ”, “ફ્લો”, “આર્મન્ડ”, “ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો”, “ડાહોમી”, અને “હાઉ ટુ મેક મિલિયંસ બિફોર ગ્રેન્ડમા ડાઈસ”. એકેડેમી અનુસાર, 85 દેશો અથવા પ્રદેશોએ એવી ફિલ્મો રજૂ કરી હતી જે 97મા ઓસ્કાર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર કેટેગરી માટે લાયક હતી.

અંગ્રેજીમાં “લાપતા લેડીઝ” નામની આ ફિલ્મ એક ફેમિનિસ્ટ ડ્રામા ફિલ્મ છે, જે 2000ના દાયકાની શરૂઆતમાં ગ્રામીણ ભારતમાં સેટ છે. સ્નેહા દેસાઈએ બિપ્લબ ગોસ્વામીની સ્ટોરી પર આધારિત ‘લાપતા લેડીઝ’નું સ્ટોરી બોર્ડ અને ડાયલોગ્સ લખ્યા હતા. “લાપતા લેડીઝ” એ બે દુલ્હનોની વાર્તા છે જેઓ તેમના લગ્નના દિવસે ટ્રેનની સવારી દરમિયાન બદલાઈ જાય છે. જેમાં નિતાંશી ગોયલ અને પ્રતિભા રાંતા દુલ્હન ફૂલ અને જયાની ભૂમિકામાં છે, જ્યારે સ્પર્શ શ્રીવાસ્તવ એક દુલ્હાની ભૂમિકામાં છે જે તેની પત્નીની શોધમાં છે.

આ પણ જૂઓ: Ranbir Kapoorના વિવાદિત વાયરલ ફોટો પર માહિરા ખાને મૌન તોડ્યું, રોજ રડતી હતી અભિનેત્રી

Back to top button