નવી દિલ્હી, તા. 18 ડિસેમ્બર, 2024: આજકાલ શાકભાજીના ભાવમાં વધારાને કારણે દરેક ઘર મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. પહેલા દેશમાં ડુંગળીના ભાવે લોકોને રડાવ્યા હતા હતા, પરંતુ હવે બટાટાની કિંમત પણ આકાશને આંબી રહી છે. આનાથી સામાન્ય લોકોના ખિસ્સાને અસર થઈ રહી છે.
બટાટા લગભગ દરેક ઘરે બનાવેલી શાકભાજીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બટાટાની કિંમતમાં વધારાએ લોકોના રસોડાનું બજેટ ખોરવી નાંખ્યું છે છે. શાકભાજીના વધતા ભાવથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉપરાંત ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે.
બટાટા છૂટક બજારમાં કેટલો છે ભાવ
ડુંગળીનો છૂટક ભાવ 50 રૂપિયાથી વધીને 60 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. નવેમ્બરમાં ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ડિસેમ્બરમાં બટાટાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર ડિસેમ્બરમાં બટાકાની કિંમત 37.59 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જો કે, બજારમાં તેનો છૂટક ભાવ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે.
બટાટાના ભાવ કેમ વધી રહ્યા છે?
ભાવ વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ (રિસર્ચ) ના ડિરેક્ટર પુશન શર્માના જણાવ્યા અનુસાર માર્ચમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ બંગાળમાં બટાટાના પાકને થયેલા નુકસાનને કારણે ભાવમાં વધારો થયો છે. ઓછી આવક અને ઓછી ઉપજને કારણે કોલ્ડ સ્ટોરેજ સ્ટોકમાં ઘટાડો થયો હતો, જેના કારણે બટાટાના ભાવમાં ગયા વર્ષના નીચા આધારથી વર્ષ-દર-વર્ષે તીવ્ર વધારો થયો છે.
આ પણ વાંચોઃ અંબાણી-અદાણીને તગડો ઝટકો! 100 અબજ ડૉલરની ક્લબમાંથી થયા બહાર
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S