અમદાવાદના વિવિધ વિસ્તારના પાણીના 300 બોર બંધ કરાશે, જાણો શું છે કારણ
- મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામા આવ્યો છે
- નર્મદાનું પાણી આપવા નેટવર્ક ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાશે
- બોર દ્વારા હાલ સ્થાનિક રહીશોને પીવાનું પાણી પુરુ પાડય છે
અમદાવાદના વિવિધ વિસ્તારના પાણીના 300 બોર બંધ કરાશે. જેમાં શહેરમાં બોર બંધ કરી ઓછા TDS વાળુ નર્મદાનું પાણી આપવા નિતી બનાવાશે. મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં નિર્ણય કરવામા આવ્યો છે.
નર્મદાનું પાણી આપવા નેટવર્ક તેમજ ડીઝાઈન સાથે ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાશે
આ ઉપરાંત શહેરમાં આવેલી સરકારી, ખાનગી શાળાઓ તથા મંદિરોમાં પણ નર્મદાનું પાણી આપવા નેટવર્ક તેમજ ડીઝાઈન સાથે ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. શહેરના મધ્યઝોનમાં પુરતા પ્રેસરથી પાણી મળતુ નહીં હોવાની વ્યાપક ફરિયાદ પછી જે તે સમયે ખાડીયા વોર્ડમાં આવેલી લાખા પટેલની પોળ, રાજા મહેતાની પોળ ઉપરાંત પતાસાપોળ, બાલાહનુમાન સહિત અન્ય વિસ્તારમાં મળીને 11 જેટલા બોર કાર્યરત કરવામાં આવેલા છે.
બોર દ્વારા હાલ સ્થાનિક રહીશોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે
આ ઉપરાંત શાહપુર,દરિયાપુર, જમાલપુર, અસારવા વોર્ડમા કુલ મળીને 26 બોર દ્વારા હાલ સ્થાનિક રહીશોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમા ઘાટલોડીયા, ચાંદલોડીયા, થલતેજ સહિત અન્ય વોર્ડમાં બોર મારફતે પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે. પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ કમિટીની બેઠક બાદ કહયું, શહેરમા બોર દ્વારા જે પાણી પુરુ પાડવામા આવી રહ્યુ છે તેમા 1500થી 2000 જેટલા ટી.ડી.એસ.નુ પ્રમાણ જોવા મળે છે. આ બોર સમયાંતરે બંધ કરી તમામ વોર્ડ વિસ્તારમાં 200થી 250 ટી.ડી.એસ.ધરાવતુ નર્મદાનુ પાણી આપી શકાય એ માટે ઈજનેર વોટર પ્રોજેકટ વિભાગના અધિકારીઓને 48 વોર્ડમાં જયાં બોર ચલાવવામા આવી રહ્યા છે. ત્યાં સ્થળ પરિસ્થિતિ મુજબ નર્મદાનું પાણી આપવા માટે નેટવર્ક નાખવાથી લઈ ડિઝાઈન વગેરે તૈયાર કરી રીપોર્ટ આપવા સુચના આપવામા આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચને સૌથી મોટી સફળતા મળી