ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચને સૌથી મોટી સફળતા મળી

Text To Speech
  • ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ ગણતરીની મિનિટોમાં તૈયાર થતુ
  • માત્ર 15 મિનિટના ટુંકા સમયગાળામાં આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા
  • પોલીસે નિમેષ ડોડિયાની અટકાયત કરીને પુછપરછ કરી

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ કરી રહેલી ક્રાઇમબ્રાંચને સૌથી મોટી સફળતા મળી છે. જેમાં ચિરાગ રાજપુત ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY હેઠળ ઓપરેશન કરવા માટે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા હતા.

ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ ગણતરીની મિનિટોમાં તૈયાર થતુ

સમગ્ર રાજ્યમાં PMJAYના ડેટાનો ડીજીટલ મેન્ટેનન્સ કરતી એન્સર કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમીડેટના હેડ નિખિલ પારેખ દ્વારા આયુષ્યમાન કાર્ડની વેબસાઈટનું માસ્ટર લોગઈન આઈડી આપવામાં આવતું હતું. જેના આધારે ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ ગણતરીની મિનિટોમાં તૈયાર કરીને PMJAY હેઠળ દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.

માત્ર 15 મિનિટના ટુંકા સમયગાળામાં આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતા

અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે કેટલાંક દર્દીઓ સારવાર માટે આવ્યા ત્યારે તેમની પાસે PMJAY હેઠળ સારવાર કરવા માટે આવતા દર્દીઓ પૈકી અનેક પાસે આયુષ્યમાન કાર્ડ નહોતું પરંતુ, ઓપરેશન કરવાનું હોવાથી માત્ર 15 મિનિટના ટુંકા સમયગાળામાં આયુષ્યમાન કાર્ડ તૈયાર થતા હતા. જેથી પોલીસે ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપુતના કહેવાથી તે નિમેષ ડોડિયા મારફતે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરાવતો હતો.

પોલીસે નિમેષ ડોડિયાની અટકાયત કરીને પુછપરછ કરી

આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે નિમેષ ડોડિયાની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે એથીકલ હેકર છે અને તે જુદાજુદા ઓનલાઈન પોર્ટલ મારફતે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો. નિમેષ ડાડિયા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના PMJAY એજન્ટ સાથે વોટેસએપ ગ્રુપમાં હતો. નિમેષની પુછપરછ દરમિયાન મોહંમદફઝલ શેખ (અમદાવાદ) , મોહમંદ અસફાક (અમદાવાદ), નરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર) અને ઈમ્તિયાઝ (ભાવનગર)ના નામ ખુલતા તમામની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આ વખતે કચ્છના નલિયા સાથે સૌરાષ્ટ્રનું રાજકોટ પણ ઠંડુગાર

Back to top button