ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

‘માથા પર દુપટ્ટો અને હાથ જોડેલા…’ કેટરીના કૈફ પોતાના સાસુ સાથે પહોંચી શિરડી સાઈ બાબાના દર્શને

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 17 ડિસેમ્બર: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ સોમવારે સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી પહોંચી હતી. અભિનેત્રી તેમના સાસુ વીણા કૌશલ સાથે દર્શન માટે પહોંચી હતી. દર્શન બાદ સાઈ બાબા સંસ્થાનના વહીવટી અધિકારી પ્રજ્ઞા મહાન્દુલે-સિનારે અભિનેત્રીને મળ્યા હતા. કેટરીનાનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેણી માથા પર દુપટ્ટો રાખી અને હાથ જોડીને ભક્તિમાં મગ્ન જોવા મળી રહી છે. વહીવટી અધિકારીઓની સાથે મંદિરના વડા વિષ્ણુ થોરાટ પણ અભિનેત્રીને મળ્યા હતા. કેટરીના કૈફે મંદિરમાં સફેદ વસ્ત્રો પહેર્યા હતા અને તેમના સાસુએ જાંબલી સૂટ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી હતી

કેટરિના કૈફ અવાર-નવાર મંદિરોમાં જાય છે. અભિનેત્રીએ તાજેતરમાં જ તેના પતિ વિકી કૌશલ અને સાસુ વીણા કૌશલ સાથે મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ અભિનેત્રીઓ અવાર-નવાર સાદગી સાથે મંદિરે જાય છે. શિરડી મંદિર પહેલા કેટરીના લીલા રંગના સિમ્પલ સૂટમાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી.

અભિનેત્રીને વ્રતમાં પણ ખૂબ શ્રદ્ધા

માત્ર પૂજા જ નહીં, અભિનેત્રીને વ્રતમાં પણ ખૂબ શ્રદ્ધા છે. તેણીએ વિકી કૌશલ માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું, તેણે પૂજા અને કરવા ચોથની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં કેટરીના આખા પરિવાર સાથે સુંદર પળો વિતાવતી જોવા મળી હતી. તસવીરોમાં સાસુ વીણા કૌશલ કેટરિના કૈફને પ્રેમથી આશીર્વાદ આપતા જોવા મળ્યા હતા.

કેટરિના કૈફના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અભિનેત્રી શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વિજય સેતુપતિ સાથે જોવા મળી હતી. અભિનેત્રી ટૂંક સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ જૂઓ: મુકેશ ખન્ના પર ભડકી સોનાક્ષી સિંહા, અભિનેત્રીના ઉછેર પર ઉઠાવ્યા હતા પ્રશ્નો

Back to top button