ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરના દર્શનના સમયમાં ફેરફાર

Text To Speech
  • આ મહિનામાં યાત્રાધામ ડાકોરમાં ખીચડીનું વિશેષ મહત્ત્વ છે
  • સવારે વહેલા ભગવાનને ધનુર્માસની ખીચડી ધરાવવામાં આવશે
  • ગઇકાલ સોમવારથી પવિત્ર ધનુર્માસનો પ્રારંભ થયો છે

ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હવે ભગવાન રણછોડજીની મંગળા આરતીના દર્શનનો લાભ હવે ભક્તોને સવારે 06:15 કલાકે મળશે.

સવારે વહેલા ભગવાનને ધનુર્માસની ખીચડી ધરાવવામાં આવશે

ધનુર્માસનો પ્રારંભ થયો હોવાથી સવારે 6:45 વાગે યોજાતી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. ગઇકાલ સોમવારથી પવિત્ર ધનુર્માસનો પ્રારંભ થયો છે. આ સાથે જ ભગવાન રણછોડજીને આ માસમાં રોજ વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે. જેમાં સવારે વહેલા ભગવાનને ધનુર્માસની ખીચડી ધરાવવામાં આવશે. આ મહિનામાં યાત્રાધામ ડાકોરમાં ખીચડીનું વિશેષ મહત્ત્વ જોવા અને માણવા મળે છે.

સુખડીભોગ દર્શન સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો

આ ઉપરાંત ભગવાનને કઢી અને રીંગણના રવૈયાનું શાક પણ ધરાવવામાં આવશે. યાત્રાધામ ડાકોરમાં માગસર પૂનમે રણછોડરાયજીના દર્શને માનવ મહેરામણ ઉમટ્યું હતું. જેમાં કડકડતી ઠંડીમાં પણ દર્શનાર્થીઓ લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા. પરોઢિયે મંગળા આરતીથી લઈને રાતે સુખડીભોગ દર્શન સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ હવે ગુનાના સ્થળ પરથી ઈ-પંચનામુ સીધું કોર્ટમાં મોકલશે

Back to top button