ગુજરાતમાં રાશનની દુકાનમાં છૂટક અનાજમાં ભેળસેળને રોકવા સરકારનો નવો પ્લાન
- સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવાશે
- રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે
- અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવાર-નવાર ફરિયાદો જોવા મળી
ગુજરાતમાં રાશનની દુકાનમાં છૂટક અનાજમાં ભેળસેળને રોકવા સરકારનો નવો પ્લાન શરૂ થશે. રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવાર-નવાર ફરિયાદો જોવા મળે છે.
સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવાશે
રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે. આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબોને આપવામાં આવતું અનાજ સારી ગુણવત્તાનું મળે. તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. આ બાબતે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવામાં આવશે.
ઘણીવાર અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળી છે
આગામી બજેટમાં અનાજનું પેકેજીંગ કરવા માટેની રકમની જોગવાઈ કરવામાં આવશે. હાલમાં રાજ્યમાં ગ્રાહકોને 2 કિલો, 3 કિલો છૂટક અનાજ આપવામાં આવે છે. જેથી ઘણીવાર અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળી છે. અનાજ બદલી નાખવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ સહિત નક્કી કરેલા જથ્થાને પેકેજીંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો: GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય