ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં નકલી ચલણી નોટો માર્કેટમાં ફરાવવાનો પ્લાન નિષ્ફળ, 6ની ધરપકડ

Text To Speech
  • ચાણક્યપુરીની શાકમાર્કેટમાં ચલણી નોટો ફરાવાનો પ્લાન હતો
  • સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે
  • આરોપીઓ પાસેથી રૂપિયા પાંચસોની 247 બનાવટી ચલણી નોટો જપ્ત

અમદાવાદમાં નકલી ચલણી નોટો માર્કેટમાં ફરાવવાનો પ્લાન કરતા 6 યુવાનોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. શહેરના ચાણક્યપુરીમાં આવેલી શાકમાર્કેટમાં બનાવટી ચલણી નોટોને આપીને ખરીદી કરવા આવેલી ગેંગના છ શખ્સોને ઝડપી લેવામાં સોલા હાઇકોર્ટ પોલીસને મહત્વની સફળતા મળી છે.

સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચસોની 247 જેટલી બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ મધ્યપ્રદેશના ભીંડના મેગાવના વતની છે અને તેમના અન્ય એક સાગરિતે બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરવાની તાલીમ આપી હતી. જેમાં ઉચ્ચ ક્વોલીટીના કાગળ પર 500ની નોટ પ્રિન્ટ કરીને તૈયાર કરી હતી અને સાંજના સમયે ભીડનો લાભ લઈને બનાવટી નોટ ફરતી કરવાના હતા. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ અગાઉ 100 રૂપિયાના દરની બનાવટી ચલણી વટાવી હતી

પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓના નામ દિપક બંસલ, ઉમેશ રેપુરિયા, વિકાસ જાટવ, ઉમેશ કૈલાશ જાટવ અને ઋષિકેશ જાટવ (તમામ, રહે. મેગાવ, જિ. ભીંડ, મધ્યપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ અગાઉ 100 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને દિલ્હી તેમજ મધ્યપ્રદેશમાં નાના વેપારીઓને આપી હતી. ત્યારબાદ તેમણે 500 રૂપિયાના દરની બનાવટી ચલણી નોટો તૈયાર કરી હતી અને તેને અમદાવાદ જેવા મોટો શહેરમાં રાતના સમયે શાક માર્કેટમાં આપવા માટેનું નક્કી કર્યું હતું. જો કે તે પહેલા ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ હવે ગુનાના સ્થળ પરથી ઈ-પંચનામુ સીધું કોર્ટમાં મોકલશે

Back to top button