જર્મન ચાન્સેલર સંસદમાં ન જીતી શક્યા વિશ્વાસનો મત, ફેબ્રુઆરીમાં ચૂંટણીની સંભાવના
બર્લિન, તા.17 ડિસેમ્બર, 2024: જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સોમવારે જર્મન સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો હતો. જેથી ત્યાં ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી થવાની સંભાવના છે. 6 નવેમ્બરના રોજ ત્રણ પક્ષોનું ગઠબંધન તૂટી પડ્યા બાદ સ્કોલ્ઝ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા. 733 બેઠકો ધરાવતા બુંડેસ્ટાગમાં શોલ્ઝને બહુમતી માટે 367 સાંસદોના સમર્થનની જરૂર હતી. તેમને 207 સાંસદોનું સમર્થન મળ્યું હતું, જ્યારે 394 સાંસદોએ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું અને 116 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
જર્મનીના સ્થિર અર્થતંત્રને કેવી રીતે પુનર્જીવિત કરવું તે અંગેના વિવાદ વચ્ચે સ્કોલ્ઝે તાજેતરમાં તેમના નાણાં પ્રધાનને બરતરફ કર્યા હતા. આના કારણે ગઠબંધન સરકારમાં તિરાડ પડી હતી અને કેટલાક મોટા પક્ષોના નેતાઓ નિર્ધારિત સમય કરતા સાત મહિના અગાઉ 23 ફેબ્રુઆરીના રોજ સંસદીય ચૂંટણી યોજવા સંમત થયા હતા. જેથી વિશ્વાસ મતની જરૂર પડી હતી, કારણકે જર્મનીનું બીજા વિશ્વયુદ્ધ પછીનું બંધારણ બુંડેસ્ટાગના વિસર્જનને મંજૂરી આપતું નથી. હવે રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઇનમીરે સંસદને ભંગ કરીને ચૂંટણી યોજવી કે નહીં તે નક્કી કરવાનું છે.
ચૂંટણી 60 દિવસની અંદર થવી જોઈએ
રાષ્ટ્રપ્રમુખ સ્ટેઇનમીયર પાસે ચૂંટણી મુલતવી રાખવી કે નહીં તે નક્કી કરવા માટે માત્ર 21 દિવસ છે. જર્મન કાયદા અનુસાર, સંસદના વિસર્જન પછી, 60 દિવસની અંદર ચૂંટણી યોજવી જરૂરી છે. સ્કોલ્ઝને બજેટ અને આર્થિક નીતિઓ પર મતભેદને કારણે નવેમ્બરમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન ક્રિશ્ચિયન લિન્ડનરને બરતરફ કર્યા હતા. આનાથી ગુસ્સે થઈને, લિન્ડનરની ફ્રી ડેમોક્રેટિક પાર્ટીએ ગઠબંધનમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચોઃ LIC ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે રૂપિયા 12,000 પેન્શન…
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S