ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય

Text To Speech
  • ગુજરાત વહીવટી સેવા (સીનિયર સ્કેલ) ના અધિકારીઓને પ્રમોશન
  • સરકારના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા
  • તમામ અધિકારીઓના પગાર ધોરણમાં પણ વધારો કરાયો

ગુજરાતના GASના 9 અધિકારીઓની બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓના પગાર ધોરણમાં પણ વધારો કરાયો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.

ગુજરાત વહીવટી સેવા (સીનિયર સ્કેલ) ના અધિકારીઓને પ્રમોશન

ગુજરાત વહીવટી સેવા (સીનિયર સ્કેલ) (પે મેટ્રિક્સમાં લેવલ-12, એટલે કે ₹78,800-2,09,200) ના નીચેના અધિકારીઓને ગુજરાત વહીવટી, સેવા (સીલેક્શન સ્કેલ) (પે મેટ્રિક્સમાં લેવલ-13, એટલે કે. ₹ 1,23,100 – 2,15,900) તરીકે બઢતી કરાઈ છે. ગુજરાતના GASના 9 અધિકારીઓની બઢતીના આદેશમાં શ્રીમતી. એસ.એ.પટેલ, એન.એ.રાજપૂત, આર.એમ.રાયજાદા તથા વાય.એ.દેસાઈ, એમ.આર.પરમાર, બી.એસ.પટેલ તેમજ ડી.એમ.પંડ્યા તથા આર.ડી.ભટ્ટ અને કે.પી.પાટીદારને પ્રમોશન આપવામાં આવ્યું છે.

GAS officers

Back to top button