ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BJPએ લોકસભાના સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો, જાણો શું છે કારણ

Text To Speech

નવી દિલ્હી, 16 ડિસેમ્બર : ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા મંગળવાર માટે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે લોકસભામાં ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ રજૂ કરવામાં આવી શકે છે.

પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે ગૃહમાં ફરજીયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. અગાઉ એવી ચર્ચા હતી કે સરકાર ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલને આજે એટલે કે સોમવારે લોકસભામાં રજૂ કરશે, પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું.

એનડીએના તમામ ઘટકો બિલની તરફેણમાં છે

સૂત્રોનું માનીએ તો એનડીએના તમામ ઘટક પક્ષો સાથે ‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને ચર્ચા થઈ છે અને તમામ પક્ષો આ બિલની તરફેણમાં છે. લોકસભામાં મંગળવારનો અપડેટેડ એજન્ડા જાહેર થયા બાદ તમામ અટકળો સાફ થઈ જશે.

આ બિલને ગયા શુક્રવારે લોકસભાની બિઝનેસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તમામ સાંસદોને બિલની કોપી વહેંચવામાં આવી હતી, પરંતુ બાદમાં આ બિલને લોકસભાની રિવાઇઝ્ડ બિઝનેસ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.

બિલ જેપીસીને મોકલી શકાય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર બિલને જેપીસીમાં રજૂઆત અને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે મોકલવામાં આવી શકે છે. સરકારને આ બિલને સંસદીય સમિતિમાં મોકલવામાં કોઈ વાંધો નથી, જો ગૃહમાં તેની માંગ કરવામાં આવે તો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જ JPCની રચના કરવામાં આવશે, જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ પક્ષો માત્ર રાજકીય કારણોસર તેનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Video : ગુગલ ચેક કરીને એકવાર જોઈ લો.. બુમરાહે પત્રકારની બોલતી બંધ કરી દીધી

Back to top button