રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે નેતાઓની ગુજરાતમાં મુલાકાતો વધી રહી છે. લગભગ એક મહિનાથી ઓછા સમયમાં જ આજે ફરી એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત ખાતે આવી પહોંચ્યા છે.
કેજરીવાલે સુરતમાં એક ટ્વીટ કરીને ચોંકાવનારો દાવો કરીને પત્રકારોને જણાવ્યું હતું કે, દસ-બાર દિવસમાં ગુજરાતમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અરવિંદ કેજરીવાલ આજે રવિવારે ભરૂચ નજીક માલજીપુરા ખાતે આદિવાસી સંમેલનમાં હાજરી આપશે. BTP સાથેના ગઠબંધન બાદ ભરૂચ જિલ્લાની અંદર પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણીની શક્યતા વ્યક્ત કરતા કેજરીવાલ
क्या भाजपा अगले हफ़्ते गुजरात विधान सभा भंग करके गुजरात के चुनावों का एलान करने जा रही है? “आप” का इतना डर?
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 30, 2022
અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી તો ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાતી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થયા બાદ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તણાવ છે.
તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં તૈયારી કરવા માટે વધુ સમય ન મળે તેના માટે સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, આગામી 10થી 12 દિવસમાં વિધાનસભાને ભંગ કરીને ચૂંટણીની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી શકે છે.
આપના આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ સુરતમાં સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરવાના હતા પરંતુ તેમના રાત્રી રોકાણના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સુરતમાં નાઈટ મેરેથોન હોવાથી સર્કિટ હાઉસમાં સિક્યુરિટી રિઝનના કારણે રોકાણનું સ્થળ બદલવામાં આવ્યું હતું અને ખાનગી હોટલમાં રાત્રી રોકાણ કર્યુ હતું.