દિલ્હીની નવી સિદ્ધિ! દેશનું પહેલું આ પ્રકારનું એરપોર્ટ બન્યું
નવી દિલ્હી, 16 ડિસેમ્બર 2024 : દિલ્હીની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. દિલ્હી એરપોર્ટ દેશનું પહેલું એરપોર્ટ બની ગયું છે, જે 150 સ્થળોને જોડે છે. ગયા રવિવારે, થાઈ એરએશિયાએ દિલ્હી અને બેંગકોક-ડોન મુઆંગ (DMK) વચ્ચે સીધી ફ્લાઈટ્સ શરૂ કરી, જે દિલ્હી એરપોર્ટ સાથે જોડાયેલું 150મું સ્થળ છે. આ નવા રૂટ પર એરબસ A330 ફ્લાઇટ્સ અઠવાડિયામાં બે વાર ઉડાન ભરશે, જાન્યુઆરી 2025માં તેને વધારીને અઠવાડિયામાં ચાર વખત કરવાની યોજના છે.
દિલ્હી એરપોર્ટની નવી સિદ્ધિ
દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ સોમવારે જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 150 એરપોર્ટ અથવા ગંતવ્ય સાથે સીધું જોડાયેલું ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું છે. ઉલ્લેખનીય છે કે તેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને ફ્લાઈટ્સ માટે વિકલ્પો છે. રવિવારે, દિલ્હી અને બેંગ્કોકના ડૉન મુઆંગ હવાઈ એરપોર્ટ વચ્ચે થાઈ એરએશિયા એક્સની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ, જેના કારણે દિલ્હી એરપોર્ટને આ સિદ્ધિ મળી.
DIALએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, દિલ્હી એરપોર્ટ 20 થી વધુ વિશેષ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડાયેલ છે, જેમાં ફ્નોમ પેન્હ, બાલી ડેનપાસર, કેલગરી, મોન્ટ્રીયલ, વાનકુવર, વોશિંગ્ટન ડુલ્સ, શિકાગો ઓ’હારે અને ટોક્યો હેનેડાનો સમાવેશ થાય છે .
નવી ફ્લાઇટ શરૂ કરી
થાઈ એરએશિયા Xએ રવિવારે દિલ્હી અને બેંગકોક-ડોન મુઆંગ (DMK) વચ્ચે સીધી એરબસ A330 ફ્લાઈટ્સ શરૂ કરી. જેમ કે અમે પહેલાથી જ કહ્યું છે કે આ ફ્લાઈટ અઠવાડિયામાં બે વાર ચાલશે, બાદમાં જાન્યુઆરી 2025 થી તેને વધારીને અઠવાડિયામાં ચાર વખત કરવામાં આવશે. DIALના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતમાંથી લાંબા અંતરના સ્થળોમાંથી 88% દિલ્હી સાથે જોડાયેલા છે અને ભારતમાંથી ઉપડતી તમામ લાંબા અંતરની સાપ્તાહિક ફ્લાઈટ્સમાંથી 56% દિલ્હીથી ઓપરેટ થાય છે.
ભારતમાંથી લગભગ 42% લાંબા અંતરના પ્રવાસીઓ દિલ્હી એરપોર્ટને તેમના પ્રવેશ દ્વાર તરીકે પસંદ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા એક દાયકામાં એરપોર્ટ પર ટ્રાન્સફર મુસાફરોની સંખ્યામાં પણ 100%નો વધારો થયો છે. એકલા 2023 માં, દિલ્હી એરપોર્ટે 65.3 મિલિયન મુસાફરોને હેન્ડલ કર્યા, જે તેને વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક બનાવે છે.
આ પણ વાંચો : EPFO ખાતા ધારકો માટે ડેબિટ કાર્ડની સુવિધા શરૂ કરવા વિચારણાઃ મનસુખ માંડવિયાએ લોકસભામાં આપી માહિતી
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં