ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રિયંકા ગાંધી ‘Palestine’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા, સંબિત પાત્રાએ સાધ્યું નિશાન

Text To Speech
  • કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વારંવાર ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સોમવારે પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવતા “Palestine” લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી અવાર-નવાર ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. BJP સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની બેગ લઈને આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે કહ્યું કે, પ્રિયંકા ગાંધી મુસ્લિમ મતોના તુષ્ટિકરણ (ખુશ કરવા) માટે પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને આવ્યા છે.

 

તરબૂચ પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ

પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર “Palestine” લખેલું હતું અને તરબૂચ જેવા પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. તરબૂચ પેલેસ્ટિનિયન સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે ઘણીવાર કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ થાય છે.

સંબિત પાત્રાએ સાધ્યું નિશાન

પ્રિયંકા ગાંધીની ‘પેલેસ્ટાઈન’ લખેલી બેગ પર ભાજપના નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણની બેગ લઈને આવ્યો છે અને ચૂંટણીમાં તેમની હારનું કારણ તુષ્ટિકરણની બેગ જ છે.

 

તાજેતરમાં, નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન દૂતાવાસના પ્રભારી અબેદ એલરાઝેગ અબુ જાજરે પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી હતી અને તેમને વાયનાડ ચૂંટણીની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. જૂનમાં પ્રિયંકા ગાંધીએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ટીકા કરી હતી અને ગાઝામાં ઈઝરાયેલ સરકારની કાર્યવાહીને “નરસંહાર” ગણાવી હતી.

Back to top button