કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં અબજો રૂપિયાનું બોગસ જમીન કૌભાંડ! 350થી વધુના નકલી દસ્તાવેજ થયા

Text To Speech
  • જમીન કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા

રાજકોટ, 16 ડિસેમ્બર: રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલા જમીન કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શહેરમાં નકલી દસ્તાવેજનો રાફડો ફાટ્યો છે. જેથી આ બોગસ જમીન કૌભાંડનો આંકડો કરોડોમાં પહોંચે તો નવાઈ નથી. 2001થી 2022 સુધીમાં 350થી વધુ નકલી દસ્તાવેજ થયા હોવાનો ખુલાસો થયો છે. બોગસ જમીન કૌભાંડનો આંકડો 20 હજાર કરોડ આસપાસ પહોંચી શકે છે. સરકારી વિભાગના અભિલેખાગાર, સબ રજીસ્ટ્રાર, મામલતદાર કચેરીનાં કર્મચારીઓની સંડોવણી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે.

શહેર પોલીસે આરોપી હર્ષ સોનીનાં ફ્લેટમાંથી સ્ટેમ્પ કબ્જે કર્યા છે. દસ્તાવેજ બનાવવાનાં મશીન, સિલ્વર પેપર, CPU સહિતનું સાહિત્ય કબ્જે કરવામાં આવ્યું છે. 2-2 લાખ રૂપિયામાં નકલી લેખ ભૂમાફિયાઓને વેચવામાં આવતા હોવાની વિગત બહાર આવી છે. જેથી હવે ભૂમાફિયા સુધી આ તપાસ લંબાય તો નવાઈ નથી.

 

ગંભીરતાને જોતાં પોલીસ પણ એક્શનમાં આવી

શહેર સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. આ આશંકાને આધારે રજીસ્ટ્રાર કચેરીએ પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી છે. જેને લઈ ખાનગી ફ્લેટના 9મા માળે આવેલા ફ્લેટમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે એવું પણ બહાર આવ્યું કે, આ ખાનગી ફ્લેટના 9મા માળે કરવામાં આવેલી તપાસમાં અનેક શંકાસ્પદ દસ્તાવેજ મળ્યા છે. આ તરફ હવે રજીસ્ટ્રાર કચેરીના કરાર આધારીત કર્મચારીની સંડોવણીની પણ આશંકા છે.

પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી

 

રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની ચર્ચાઓ વચ્ચે પોલીસ તપાસ તેજ બની છે. મળતી માહિતી મુજબ, સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડની આશંકાને લઈ કચેરી દ્વારા શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી.

આ પણ જૂઓ: રાજકોટ: લો બોલો, હવે ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાનાં બહાને છેતરપિંડી શરૂ

Back to top button