એવું શું છે આ વીડિયોમાં કે 10 દિવસમાં 20 લાખ (બે મિલિયન) વ્યૂ થઈ ગયા?
એચડી ન્યૂઝ, 16 ડિસેમ્બર, 2024: એવું શું છે આ વીડિયોમાં કે 10 જ દિવસમાં બે મિલિયન અર્થાત 20 લાખ કરતાં વધુ વ્યૂ થઈ ગયા? અમારા HD Newsના સોશિયલ મીડિયા હેન્ડલ ( https://www.instagram.com/humdekhenge_news/reels/ ) ઉપર આમ તો બધા જ વીડિયો ખૂબ વાયરલ થાય છે કેમ કે અમે ખૂબ મહેનત કરીને, સર્ચ કરીને તમારા માટે વિવિધ વિષયો જેવા કે, મનોરંજન, ચેતવણી, સાવધાની, માહિતી વગેરે વીડિયો પબ્લિશ કરીએ છીએ. પરંતુ આ વીડિયોએ તો ઇતિહાસ બનાવી દીધો છે!
આ વીડિયો (જુવો નીચે એ વાયરલ વીડિયો) અમે ગત 6 ડિસેમ્બર, એટલે કે આજથી 10 દિવસ પહેલાં જ અપલોડ કર્યો હતો અને તેને 20,00,000 કરતાં વધુ લોકો જોઈ ચૂક્યા છે અને પ્રત્યેક કલાકે આ સંખ્યા વધતી જ રહે છે.
શું છે આ વીડિયોમાં?
હકીકતે આ વીડિયો એક એવા માસ્કને લગતો છે જે વ્યક્તિના સમગ્ર દેખાવને જ બદલી નાખે છે. આમ તો માસ્કનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. પણ એ માત્ર ઓળખ ઢાંકવા માટે ઉપયોગ થતો હતો. સામેની વ્યક્તિએ માસ્ક પહેર્યું છે એવી ખબર પડી જાય એવાં માસ્ક હતાં. તે ઉપરાંત નાટક અને ફિલ્મોમાં પણ માસ્કનો ઉપયોગ થાય છે જે ઓળખ સંતાડવા માટે હોય છે.
પરંતુ આ વીડિયોમાં જે માસ્ક બતાવવામાં આવ્યું છે તે આધુનિક ટેકનોલોજીનો કમાલ છે અને તે અત્યંત ગંભીર પરિણામો લાવી શકે છે. ઈન્ટરનેટ ઉપર આ માસ્ક વિશે એવી માહિતી ઉપલબ્ધ છે કે, તમે ધારો એ વ્યક્તિના ચહેરાનો માસ્ક બનાવડાવી શકો અને એ પહેરી લો તો જે તે વ્યક્તિના પરિચિતો પણ થાપ ખાઈ જાય. એક પ્રકારે તેને ડીપ ફેક માસ્ક કહી શકાય, જેમાં માસ્ક પહેર્યું છે એવું તત્કાળ ખબર પણ ન પડે અને છતાં વ્યક્તિની આખેઆખી ઓળખ બદલાઈ જાય.
આ પણ વાંચોઃ https://www.humdekhenge.in/lookback-2024/
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/HpIJ3YYqL6MJcoilGUN4Hq
સોશિયલ મીડિયા X ઉપર આઈઝેક આર્મી નામે યુઝર દ્વારા આ વીડિયો મૂકવામાં આવ્યો હતો અને તેમાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું ખરેખર આવું શક્ય છે? એ પોસ્ટની નીચે અનેક યુઝરે અલગ અલગ અભિપ્રાય આપ્યા છે. ઘણાએ આવા માસ્કને અત્યંત ગંભીર બાબત ગણાવી હતી. લોકોએ કહ્યું કે, ગુનેગારો આવાં માસ્કનો દૂરુપયોગ કરી શકે છે. તો વળી અન્ય કેટલાક લોકોએ એવી પણ આશંકા વ્યક્ત કરી કે, તમને કોઈની સાથે દુશ્મની હોય અને તેના ચહેરા જેવું માસ્ક બનાવડાવી લો અને પછી ગંભીર અપરાધ કરો તો અસલી ગુનેગાર કદી પકડાય જ નહીં.
ખેર, અમે પણ જાગૃતિ ફેલાવવાના આશયથી જ આ વીડિયો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શૅર કર્યો હતો અને 20 લાખ કરતાં વધુ લોકોએ તે જોઈને અમારા પ્રયાસોને સાર્થક કર્યા છે. ઘણા યુઝરે અમારા ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું છે કે, “આવાં માસ્કનું વેચાણ બંધ કરાવવું જોઈએ.”
જુવો એ વીડિયો…
View this post on Instagram
આ પણ વાંચોઃ આ રાજ્યની સાત છોકરીઓ આરબ દેશોમાં ફસાયેલી હતીઃ જાણો કેવી રીતે પરત લાવવામાં આવી?
આ પણ વાંચોઃ https://www.humdekhenge.in/lookback-2024/
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં