Lookback 2024: આ સેલિબ્રિટીઝે બોલિવૂડમાં કર્યું ડેબ્યુ, જાણો ફિલ્મોની હાલત
- વર્ષ 2024માં ઘણા લોકો નસીબ અજમાવવા માટે બોલિવૂડમાં આવ્યા. બોલિવૂડમાં કેટલાક લોકોનું ડેબ્યુ શાનદાર રહ્યું, તો કેટલાકની કિસ્મત બે ડગલા પાછળ રહી
HD ન્યૂઝ ડેસ્કઃ બોલિવૂડ માટે આ વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે (Year Ender 2024) ઘણા સેલેબ્સ બોલિવૂડમાં પ્રવેશ્યા છે. કેટલાકની ડેબ્યૂ ફિલ્મો શાનદાર રહી, તો કેટલાક લોકો પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત ન કરી શક્યા. જાણો તેમની ડેબ્યૂ ફિલ્મની હાલત કેવી હતી.
નિતાંશી ગોયલ
આ વર્ષે ઘણી સારી ફિલ્મો આવી અને નવા કલાકારોએ પણ ઘણી મહેનત કરી છે. કિરણ રાવ લાપતા લેડીઝ ફિલ્મ લાવી હતી. જેમાં નિતાંશી ગોયલે પોતાના ફૂલના પાત્રથી બધાને પ્રભાવિત કર્યા હતા. નિતાંશીની ડેબ્યુ ફિલ્મ શાનદાર રહી છે.
જુનૈદ ખાન
બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને પણ આ વર્ષે ડેબ્યુ કર્યું હતું. તેમની મહારાજા નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જુનૈદે તેમાં શાનદાર અભિનય કર્યો છે. હવે તે ખૂબ જલ્દી જ ખુશી કપૂર સાથે એક ફિલ્મમાં જોવા મળશે.
અભય વર્મા
હોરર-કોમેડી ફિલ્મ મુંજ્યા બોક્સ ઓફિસ પર ખૂબ હિટ રહી હતી, આ ફિલ્મમાં અભય વર્માએ ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં અભયની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે.
લક્ષ્ય
એક્ટર લક્ષ્ય ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. તેણે અનેક સિરિયલ્સમાં કામ કર્યું છે. તેને ઘણા સમયથી ફિલ્મ જગતમાં પ્રવેશવાની ઈચ્છા હતી. એક ફિલ્મ સાઈન પણ કરી હતી, પરંતુ કોવિડના કારણે બધું અટકી પડ્યું હતું. હવે તેણે ‘કિલ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં લક્ષ્યની એક્ટિંગ શાનદાર હતી. તેણે શાનદાર એક્શન પણ કરીછે. દર્શકો, ફિલ્મ સમીક્ષકો અને બોલિવૂડના અભિનેતાઓએ પણ આ નવા આવેલા કલાકારની એક્ટિંગના વખાણ કર્યા અને ‘કિલ’ ફિલ્મથી રાતોરાત તે જાણે હીરો બની ગયો છે.
પશ્મિના રોશન
હૃતિક રોશનની પિતરાઈ બહેન પશ્મિના રોશને ‘ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી અને ન તો પશ્મિનાની એક્ટિંગ ચાહકોને બહુ પસંદ આવી હતી.
અંજિની ધવન
વરુણ ધવનની ભત્રીજી અંજની ધવને પણ આ વર્ષે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. તેની ફિલ્મ બિન્ની એન્ડ ફેમિલી આ વર્ષે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અંજિનીની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક્ટિંગની દુનિયામાં આવતા પહેલા અંજિનીએ વરુણ ધવનની ફિલ્મ કુલી નંબર વનમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
આ પણ વાંચોઃ ઝાકિર હુસેનના નિધનથી શોકમાં ડૂબ્યું બોલિવૂડ, આ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ
આ પણ વાંચોઃ Lookback 2024: આ જાણીતા સિતારાઓએ આ વર્ષે કર્યુ શાનદાર કમબેક