શું iPhone 17 Air સસ્તા ભાવે લોન્ચ થશે? આવતા વર્ષે આવવાની અપેક્ષા
- iPhone 17 સિરીઝ પર એપલે કથિત રીતે કામ શરૂ કરી દીધું છે
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: Appleએ કથિત રીતે તેની iPhone 17 સિરીઝ પર કામ શરૂ કરી દીધું છે. આ વખતે સિરીઝમાં કંપની iPhone 17 એર મોડલને સામેલ કરવા જઈ રહી છે. તે હાલના પ્લસ વેરિઅન્ટને રિપ્લેસ કરશે. આ અંગે અનેક અહેવાલો બહાર આવ્યા છે. લેટેસ્ટ અહેવાલ મુજબ, iPhone 17 Airની કિંમત અન્ય મોડલ કરતા ઓછી હોઈ શકે છે. તે અતિ પાતળી ડિઝાઇન સાથે આવશે.
iPhone 17 એરના અપેક્ષિત સ્પેક્સ
રિપોર્ટ અનુસાર, આ iPhone પ્રો ફિચર્સથી સજ્જ હોઈ શકે છે. તેમાં સરળ કેમેરા સિસ્ટમ હશે. iPhone 17 Airમાં એલ્યુમિનિયમ બોડી હોઈ શકે છે. ફોન Titanium Pro મોડલ કરતાં હળવા ડિઝાઇન સાથે પ્રવેશ કરશે. iPhoneમાં 6.6-ઇંચની ડિસ્પ્લે હોવાનું કહેવાય છે. Apple તેમાં 3nm A19 ચિપસેટનો ઉપયોગ કરી શકે છે. પ્રોસેસરને 8GB RAM સાથે જોડી શકે છે.
કેમેરા સેટઅપ
iPhone 17 Airમાં પાછળના ભાગમાં સિંગલ કેમેરો હોવાની અપેક્ષા છે. તેમાં 48MP સેન્સર સામેલ હોઈ શકે છે. સેલ્ફી માટે હેન્ડસેટમાં 24MP કેમેરા આવી શકે છે. ફોનમાં ફેસ ID સપોર્ટ પણ આપવામાં આવશે.
Apple iPhone 17 Air લૉન્ચ
iPhone Air 17ની કિંમત પ્રો લાઇનઅપ કરતા ઓછી હશે, તેની કિંમત USમાં $999થી શરૂ થવાની ધારણા છે. કંપનીએ સત્તાવાર રીતે કંઈપણ પુષ્ટિ કરી નથી, પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે, Apple સપ્ટેમ્બર 2025માં iPhone 17 Air લોન્ચ કરી શકે છે.
શું એપલ ફોલ્ડેબલ ડિવાઈસ લોન્ચ કરશે?
રિપોર્ટ અનુસાર, આમાંથી એક ડિવાઇસ 19-ઇંચની ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથેનું MacBook હોઇ શકે છે, જ્યારે અન્ય ફોલ્ડેબલ iPhone હોઇ શકે છે, જેમાં ઇનવર્ડ-ઓપનિંગ ડિસ્પ્લે હશે. અહેવાલો મુજબ, એપલ 2026 અથવા 2027માં ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરી શકે છે, જ્યારે ફોલ્ડેબલ સ્ક્રીન સાથેનું મેકબુક પછીથી લોન્ચ થઈ શકે છે.
આ પણ જૂઓ: Google Pixel 9 સિરીઝનો સૌથી સસ્તો ફોન થશે લોન્ચ, લીક થઈ કિંમત અને શાનદાર ફીચર્સ