ટ્રેન્ડિંગમનોરંજન

વર્લી સ્થિત પૂનમ ચેમ્બર્સમાં ભીષણ આગ લાગી, 10 ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી

મુંબઈ, 15 ડિસેમ્બર 2024 :   રાજશ્રી પ્રોડક્શનની રાજશ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની વર્લી ઓફિસમાં આગ લાગી હતી. મુંબઈના વર્લીમાં પૂનમ ચેમ્બર બિલ્ડીંગના બીજા માળે આવેલી રાજશ્રી એન્ટરટેઈનમેન્ટ ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 15 ડિસેમ્બરે મુંબઈના વર્લી વિસ્તારમાં આવેલી પૂનમ ચેમ્બર નામની ઈમારતમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

રાજશ્રી એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ બિલ્ડિંગના બીજા માળે આવેલી છે જ્યાં આ આગ લાગી હતી અને આ આગમાં ઓફિસને મોટું નુકસાન થયું છે. ઓફિસમાં એડિટીંગ પેનલ, કોમ્પ્યુટર, સ્ટુડિયો, કેમેરા જેવી ઘણી મહત્ત્વની અને મોંઘી વસ્તુઓ હતી જે આગની લપેટમાં આવી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી. પરંતુ ફાયર વિભાગ કે પોલીસ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સેનાના નેતા આદિત્ય ઠાકરે પણ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જેને લઇ ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી હતી. આ બિલ્ડિંગમાં 7 માળ છે અને તેના બીજા માળે આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જે તસવીરો સામે આવી રહી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આગ ભયાનક છે. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ હાજર હતી અને રાહત કાર્ય પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈને ગંભીર ઈજા થવાના સમાચાર નથી. હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ થઈ રહી છે.

રાજશ્રી એન્ટરટેઈનમેન્ટની માલિકી કોની છે?
રાજશ્રી એન્ટરટેઈનમેન્ટની વાત કરીએ તો, તે રાજશ્રી પ્રોડક્શનના માલિક સૂરજ બડજાત્યાના ભાઈ રજત બડજાત્યાની પત્ની નેહા બડજાત્યા ચલાવે છે. વર્ષ 2016માં રજતનું અવસાન થયું હતું. સૂરજની જેમ રજત પણ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ખૂબ નજીક હતો. રાજશ્રી એન્ટરટેઈનમેન્ટ વાસ્તવમાં રાજશ્રી પ્રોડક્શનના કેટલાક મહત્ત્વના કામનું ધ્યાન રાખે છે. તેમાં એનિમેશન, વિડિયો કન્ટેન્ટ અથવા ફિલ્મોની ઓનલાઈન રિલીઝ સહિત અન્ય કાર્યો ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : Investment Tips/ પગાર ગમે તેટલો હોય, આ રીતે બનાવો બજેટ ,નહિ પડે પૈસાની તંગી

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button