ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ, ઘણા ધારાસભ્યોને ગયો ફોન; જૂઓ સંભવિત મંત્રીઓની યાદી

Text To Speech
  • રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન નાગપુરમાં નવા મંત્રીઓને શપથ લેવડાવશે

મુંબઈ, 15 ડિસેમ્બર: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ આજે રવિવારે કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. મંત્રી પદ માટે પસંદ કરાયેલા ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ રાધાકૃષ્ણન નાગપુરમાં નવા મંત્રીઓને શપથ લેવડાવશે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા 1991માં પણ નાગપુરમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ટુંક સમયમાં જ મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે. એવા અહેવાલ હતા કે શિવસેના, એનસીપી અને ભાજપ વચ્ચે મોટા મંત્રાલયો માટે ટક્કર ચાલી રહી છે. ભાજપના 20, NCPના 9થી 10 અને શિવસેનાના 10થી 12 મંત્રી શપથ લઈ શકે છે.

 

કયા ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યો?

અહેવાલો અનુસાર, આ વખતે 35 મંત્રી બનાવવામાં આવી શકે છે. જેમાંથી શિવસેનાના પાંચ ધારાસભ્યો ફરી મંત્રી બની શકે છે. ભાજપને 20 કેબિનેટ પદ આપવામાં આવી શકે છે. તેમાંથી 10 કે તેથી વધુ મંત્રીઓ શપથ લઈ શકે છે. NCPના કુલ 10 અને શિવસેનાના 12 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કેબિનેટમાં તક મળી શકે છે.

સંભવિત મંત્રીઓ કોણ-કોણ છે?

આ ધારાસભ્યો ભાજપના ક્વોટામાંથી શપથ લેશે

  1. નિતેશ રાણે
  2. પંકજા મુંડે
  3. ગિરીશ મહાજન
  4. શિવેન્દ્ર રાજે
  5. દેવેન્દ્ર ભુયાર
  6. મેઘના બોર્ડીકર
  7. જયકુમાર રાવલ
  8. મંગલ પ્રભાત લોઢા

આ ધારાસભ્યો શિવસેના ક્વોટામાંથી શપથ લેશે

  1. ઉદય સામંત, કોંકણ
  2. શંભુરાજે દેસાઈ, પશ્ચિમ મહારાષ્ટ્ર
  3. ગુલાબરાવ પાટીલ, ઉત્તર મહારાષ્ટ્ર
  4. દાદા ભુસે, ઉત્તર મહારાષ્ટ્ર
  5. સંજય રાઠોડ, વિદર્ભ
  6. સંજય શિરસાટ, મરાઠવાડા
  7. ભરતશેઠ ગોગાવલે, રાયગઢ
  8. પ્રકાશ અબિટકર, પશ્ચિમ મહારાષ્ટ્ર
  9. યોગેશ કદમ, કોંકણ
  10. આશિષ જયસ્વાલ, વિદર્ભ
  11. પ્રતાપ સરનાઈક, થાણે

આ ધારાસભ્યો એનસીપી ક્વોટામાંથી શપથ લેશે

  1. રાષ્ટ્રવાદી મંત્રી
  2. અદિતિ તટકરે
  3. બાબાસાહેબ પાટીલ
  4. દત્તમામા ભરને
  5. હસન મુશ્રીફ
  6. નરહરિ ઝિરવાલ

આ પણ જૂઓ: વરુણ ધવને અમિત શાહને ગણાવ્યા દેશના ‘હનુમાન’, પૂછ્યું- ‘રામ અને રાવણમાં શું છે અંતર?’

Back to top button