ગુજરાતમધ્ય ગુજરાત

ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Text To Speech

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીન અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા દેશવાસીઓને આહ્વાન કર્યું છે. જેમાં આજે અમદાવાદના ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે જ મોટા પ્રમાણમાં અમદાવાદીઓએ આ યાત્રામાં ભાગ લીધો છે. મહત્વનું છે કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આ તિરંગા યાત્રાની ગુજરાતમાં સુરતથી શરૂઆત કરવામાં આવી હતી.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ વર્ષે આગામી તા. 13થી 15મી ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.

#harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ

આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartirangaનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.

અત્યાર સુધીમાં ૪૦ લાખથી વધુ લોકોએ પિન કર્યો ફ્લેગ

આ અભિયાન અંતર્ગત ૩૦ જુલાઈ સુધી ૪૦,૧૪,૯૩૩ નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પિન કર્યો છે. જ્યારે ૫,૭૯,૫૨૦ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે.

આ રીતે ઓનલાઇન હર ઘર તિરંગા સર્ટીફિકેટ ડાઉનલોડ કરો

Step1: આ વેબસાઇટ પર જાઓ- https://harghartiranga.com/
Step 2: તમારો પ્રોફાઇલ ફોટો સેટ કરો
Step 3: તમારું નામ અને મોબાઇલ નંબર એન્ટર કરો. તમારા ગુગલ એકાઉન્ટથી continue કરો.
Step 4: harghartiranga.com પર તમારું લોકેશન એક્સેસ Allow કરો
Step 5: તમારા લોકેશન પર ફ્લેક પીન કરો
Step 6: પછી પીન સક્સેસફૂલ થશે અને સર્ટીફિકેટ મળશે, જેને ડાઉનલોડ કરી શકશો.

Back to top button