રાજકોટમાં PGVCLની 36 ટિમ દ્વારા વીજ ચેકિંગ, જાણો કયા કયા વિસ્તારમાં તપાસ થશે
રાજકોટઃ શહેરમાં વીજચોરી રોકવા માટે PGVCL દ્વારા છેલ્લા 7 મહિનાથી સતત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં આજે કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવી છે અને લગભગ 25 જેટલા અલગ-અલગ વિસ્તારોમાં સવા૨થી 36 ટિમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું?
રાજકોટ શહેરમાં આજે PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના અલગ અલગ 25 જેટલા વિસ્તારોમાં 35 ટિમો દ્વારા સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વાવડી, નાના મવા, ખોખળદડ, અને મવડી રોડ સબ ડિવિઝન હેઠળ આવતા 25 જેટલા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં કુલ 11 KVના 5 ફીડર આવરી લેવામાં આવ્યા છે.
કયા 2 વિસ્તારમાં ચેકિંગ થશે?
રાજકોટ શહેરમાં આજે સવારથી શરૂ કરાયેલી ચેકિંગ ડ્રાઇવમાં પાવર ઈન્ડ એરિયા, નારાયણ નગર, સીતારામ સોસાયટી, વૃંદાવન પાર્ક, હરિહર સોસાયટી, પ્રિયદર્શિની સોસાયટી, ગિરનાર સોસાયટી, રાજદીપ સોસાયટી, પટેલ નગર, ધરમનગર સોસાયટી, રામનગર વિસ્તાર, રાધેશ્યામ સોસાયટી, વચ્છરાજનગર, તિરુપતિ સોસાયટી, ખોડિયારપરા, આંબેડકરનગર, ખોડિયારનગર મુખ્ય માર્ગ પાસેનો વિસ્તાર અને ગોવર્ધન ચોક સહિત 25 જેટલા વિસ્તારનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિના દરમિયાન રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકિંગ દરમિયાન PGVCL દ્વારા કુલ 2 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.