ટોપ ન્યૂઝટ્રાવેલનેશનલવીડિયો સ્ટોરી

માઉન્ટ આબુમાં વાહનો પર જામ્યો બરફ, જૂઓ વીડિયો

Text To Speech

માઉન્ટ આબુ, તા.14 ડિસેમ્બર, 2024: પહાડો પર થયેલી હિમવર્ષાના કારણે રાજસ્થાન, ગુજરાતમાં ઠંડાગાર પવનો ફૂંકવાની સાથે તાપમાનનો પારો પણ ગગડ્યો છે. ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે પણ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે. જેના કારણે આબુમાં બરફ જામી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાર અને ટૂ-વ્હીલર પર અને રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયો છે.

રાજસ્થાનમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ થઈ જતાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. સતત ચાર દિવસથી શીત લહેરનાં કારણે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓ ઉમટ્યા

ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે માઉન્ટ આબુમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસોથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જ્યારે આજે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી જેટલું નોંધાયું છે. તાપમાનનો પારો ગગડતાં માઉન્ટ આબુ પર ઘરો-હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટૂ-વ્હીલર પર તેમજ હોટલોના ટેબલો પર બરફ જામી ગયો છે. જો કે આ કડકડતી ઠંડીની મજા સહેલાણીઓ માણી રહ્યા છે અને હજુ પણ પ્રવાસીઓ ઊમટી રહ્યા છે.

આ પણ વાંચોઃ શો મેન રાજ કપૂરના 100 વર્ષ, જાણો અજાણી વાતો

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button