Sawan Month 2022: વિશ્વના પ્રસિદ્ધ 9 મંદિરો જ્યાં છે ભોલેનાથની સૌથી મોટી મૂર્તિઓ
આજે શ્રાવણનો બીજો સોમવાર.. આજે અમે તમને એવા મંદિરના દર્શન કરાવીશું જે વિશ્વના પ્રસિદ્ધ મંદિરોમાના શિવ મંદિર છે. જ્યાં ભોલેનાથની સૌથી ઉંચી મૂર્તિઓ બિરાજમાન છે. તો ચાલો જાણીએ વિશ્વના પ્રસિદ્ધ 9 શિવ મંદિરો વિશે
નાથદ્વારા
રાજસ્થાનમાં ભગવાન શિવની મૂર્તિ 351 ફૂટ ઊંચી છે અને તેની સામે 25 ફૂટની ભગવાન શિવની સવારી નંદીની મૂર્તિ છે. આ મંદિર નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.
કર્ણાટકના ભટકલ તાલુકામાં બનેલું મુરુડેશ્વર મંદિર અરબી સમુદ્રથી ઘેરાયેલું છે. આ વિશ્વની સૌથી મોટી શિવ પ્રતિમા છે. આ 123 ફૂટ ઉંચી શિવ મૂર્તિ પર જયારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે અદભૂત નજારો સર્જાય છે.
આદિયોગી શિવ
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે તે શિવની અડધી મૂર્તિનો ફોટો છે. આ મૂર્તિ તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં બનાવવામાં આવી છે. જે 112.4 ફૂટ લાંબી છે. આ મૂર્તિને જોયા પછી તમે તમારી આંખો તેના પરથી હટાવી શકશો નહીં.
કોટિલિંગેશ્વર મંદિર
કહેવાય છે કે કર્ણાટકના કોટિલિંગેશ્વર મંદિરમાં 10 કરોડ શિવલિંગ સાથેનું 108 ફૂટ ઊંચું વિશાળ શિવલિંગ છે. આ મંદિર કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલું છે. જો તમે ઈચ્છો તો આ સ્થાન પર તમારા શિવલિંગની સ્થાપના પણ કરી શકો છો.
ત્ર્યંબકેશ્વર મંદિર
ત્ર્યંબકેશ્વર મંદિર નાસિકથી લગભગ 35 કિમી દૂર ગોદાવરી નદીના કિનારે આવેલું છે. એવું કહેવાય છે કે પેશ્વા બાલાજી બાજી રાવે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
તુંગનાથ મંદિર
ભગવાન શિવનું મંદિર દેવભૂમિ એટલે કે ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર સૌથી વધુ ઊંચાઈ પર આવેલું છે. જેને લોકો તુંગનાથ મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર સમુદ્ર સપાટીથી 12073 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ રાજ્ય રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવે છે.
લિંગરાજ મંદિર
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં સૌથી મોટા અને સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિરના શિવલિંગની પહોળાઈ અને લંબાઈ સમાન કદની છે.
બૃહદીશ્વર મંદિર
કદાચ તમને ખબર નહીં હોય કે તમિલનાડુનું આ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ છે. આ મંદિરમાં એક વિશાળ શિવલિંગ પણ છે. અહીં એક જ પથ્થરને કાપીને નંદીની મૂર્તિ બનાવવામાં આવી છે.
વડકુનાથન મંદિર
ભોલેનાથનું આ છેલ્લું મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. લોકો આ મંદિરને વડકુનાથન મંદિર તરીકે ઓળખે છે. આ મંદિર 9 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ભગવાન શિવ, ભગવાન રામ અને શંકરનારાયણની મૂર્તિઓ છે.