સુરતમાં ડિજિટલ એરેસ્ટની ઘટના બની, યુવાન પાસેથી રૂ.23.50 લાખ પડાવ્યા
- સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
- બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂપિયા પડાવ્યા
- યુવાન પાસે જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધી રહી છે. તેમજ ઘણા કિસ્સામાં ઠગબાજ લોકો ઝડપાઇ રહ્યાં છે તેમજ પોલીસ પણ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહ્યાં છે છતાંપણ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો યુવાન ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યો છે.
બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂ.23.50 લાખ પડાવ્યા
યુવાન સિવિલ એન્જિનીયરને તમે મોકલેલા પાર્સલમાંથી 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે કહી દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમજ બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂ.23.50 લાખ પડાવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જોકે, બાદમાં યુવાને ગુગલ સર્ચ કરી પોલીસ સ્ટેશનનો નંબર મેળવી ત્યાં વાત કરતા સુનિલ નામનો કોઈ કોન્સ્ટેબલ ત્યાં નહીં હોવાનું અને પોતાની સાથે સાયબર ફ્રોડ થયુ હોવાનું જાણવા મળતા યુવાને 1930 નંબર ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેસ રીફીલીંગ કૌભાંડ, 3 શખ્સો રંગેહાથ ઝડપાયા