ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ખ્યાતિકાંડને પગલે ગેરરીતિ રોકવા જિલ્લા સ્તરે સ્ટેટ એન્ટીફ્રોડ યુનિટની રચના કરવાનો નિર્ણય

Text To Speech
  • હોસ્પિટલોએ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
  • કેન્સર સારવાર માટે કેટલાક પેકેજમાં સુધારા કરવામાં આવશે
  • હોસ્પિટલની ફરિયાદ આધારિત આકસ્મિક મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરશે

અમદાવાદની હોસ્પિટલ ખ્યાતિમાં કાંડ થવાના પગલે ગેરરીતિ રોકવા જિલ્લા સ્તરે સ્ટેટ એન્ટીફ્રોડ યુનિટની રચના કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં ખ્યાતિકાંડના પગલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં યોજના સંલગ્ન હોસ્પિટલોએ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

હોસ્પિટલની ફરિયાદ આધારિત આકસ્મિક મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરશે

આ ઉપરાંત કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ લેવાનું રહેશે. આરોગ્ય વિભાગે એ પણ નક્કી કર્યું છે કે, જિલ્લા અને રાજ્ય સ્તરે અલાયદી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની ટીમો તૈયાર કરાશે, જે એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારિત અને શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરશે.

એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને અને SHA/IC/ISAને જમા કરાવવાની રહેશે

તાજેતરમાં કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસક્યુલર સર્જરીની પ્રોસિઝર માટે હોસ્પિટલોએ ફરજીયાત સ્પેશ્યાલિસ્ટ ફુલ ટાઇમ રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને અને SHA/IC/ISAને જમા કરાવવાની રહેશે.

કેન્સર સારવાર માટે કેટલાક પેકેજમાં સુધારા કરવામાં આવશે

કેન્સરની કેટલીક ટ્રિટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિફિકેટ પણ ફરજીયાત કરવામાં આવશે. જેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે. કેન્સર સારવાર માટે કેટલાક પેકેજમાં સુધારા કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયો મેટ્રિક ફિંગર પ્રિન્ટ લેવાશે

Back to top button