ટ્રાવેલટ્રેન્ડિંગ

મહાકુંભ 2025: પ્રયાગરાજ માટે અત્યારથી જ કરો બજેટ-ફ્રેન્ડલી હોટલનું બુકિંગ, જાણો ડિટેલ્સ

  • પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ 2025નો ભાગ બનવા ઈચ્છતા હો તો હોટેલ્સનું બુકિંગ અત્યારથી જ કરાવી લેજો, નહીંતર તકલીફ પડી શકે છે

HD ન્યુઝ ડેસ્કઃ વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ પવિત્ર પ્રસંગ 13 જાન્યુઆરીથી શરૂ થઈને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. દર 12 વર્ષે યોજાતા આ મહાપર્વમાં લાખો ભક્તો ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમ પર સ્નાન કરીને પુણ્ય કમાવવા આવે છે. આ અદ્ભુત ધાર્મિક પ્રસંગ માટે દેશ-વિદેશથી લાખો લોકો પ્રયાગરાજ પહોંચે છે. જો તમે પણ મહાકુંભનો ભાગ બનવા માંગતા હો, તો અત્યારથી તમારું બુકિંગ કન્ફર્મ કરો.

પ્રયાગરાજમાં રહેવાના વિકલ્પો: બજેટથી લક્ઝરી સુધી

કુંભ મેળો 2025: પ્રયાગરાજ માટે અત્યારથી જ કરો બજેટ-ફ્રેન્ડલી હોટલનું બુકિંગ, જાણો ડિટેલ્સ hum dekhenge news  બજેટ-ફ્રેન્ડલી હોટેલ્સઃ

પ્રયાગરાજમાં દરેક બજેટ પ્રમાણે હોટેલ્સ ઉપલબ્ધ છે. સસ્તી હોટલોમાં પણ તમને વાઈફાઈ, રૂમ સર્વિસ અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધાઓ મળશે.

ટેન્ટ સિટીનો અનુભવ લોઃ

ટેન્ટ સિટી મહાકુંભમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ત્રિવેણી સંગમ નજીક આવેલા ટેન્ટ સિટીમાં તમને સાદા ટેન્ટથી લઈને પ્રાઈવેટ લક્ઝરી ટેન્ટ સુધીના વિકલ્પો મળશે. અહીં તમે યોગ, ધ્યાન અને પારંપરિક ભોજનનો આનંદ માણી શકશો.

હોમસ્ટેનો પણ વિકલ્પ

સ્થાનિક રહેવાસીઓના ઘરમાં પણ રૂમ ભાડેથી મળી જાય છે, જે બજેટ માટે સારા છે. આ વિકલ્પ ફેમિલિ અથવા ગ્રુપ ટ્રાવેલ માટે યોગ્ય છે.

કુંભ મેળો 2025: પ્રયાગરાજ માટે અત્યારથી જ કરો બજેટ-ફ્રેન્ડલી હોટલનું બુકિંગ, જાણો ડિટેલ્સ hum dekhenge news

ટેન્ટ સિટીની મુખ્ય સુવિધાઓ

  • ફાયર અને વોટર રેસિસ્ટન્ટ ટેન્ટ્સ
  • યોગ અને મેડિટેશન સેન્ટર
  • મલ્ટી-ક્યુઝન રેસ્ટોરન્ટ
  • 24 કલાક ગેસ્ટ સર્વિસ અને પ્રાથમિક સારવારની સુવિધા
  • હાઈ સિક્યોરિટી સિસ્ટમ જેમ કે સીસીટીવી
  • આધુનિક બાથરૂમ, ડ્રાય ક્લીનિંગ અને વાઇફાઇ સેવાઓ

કુંભ મેળો 2025: પ્રયાગરાજ માટે અત્યારથી જ કરો બજેટ-ફ્રેન્ડલી હોટલનું બુકિંગ, જાણો ડિટેલ્સ hum dekhenge news

વહેલા કરાવો બુકિંગ

મહા કુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જેના કારણે હોટલ અને રહેવા માટે ટેન્ટની ડિમાન્ડ વધી જાય છે. વધુ સારા અનુભવ માટે તમારું બુકિંગ અગાઉથી કરો. ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણી બધી બજેટ અને લક્ઝરી હોટલ્સ ઉપલબ્ધ છે.

પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું?

ભારતના તમામ મોટા શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે ટ્રેનની સુવિધા છે. આ સાથે પ્રયાગરાજ એરપોર્ટ દેશના ઘણા મોટા શહેરો સાથે જોડાયેલું છે. નેશનલ હાઈવે સાથે જોડાયેલા માર્ગોને કારણે અહીં કાર અથવા બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.

આ પણ વાંચોઃ ચંદીગઢમાં દિલજીતની કોન્સર્ટ જોખમમાં, પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં કેમ થઈ અરજી?

આ પણ વાંચોઃ ભારતીયો માટે દુબઈ ફરવા જવાનું મુશ્કેલ બન્યું, નિયમમાં થયો ફેરફાર, જૂઓ શું છે

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button