Lookback 2024ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવિશેષ

Look Back 2024: બોલિવૂડના આ ગીતોએ દર્શકોનાં દિલમાં મેળવ્યું ખાસ સ્થાન

HD ન્યૂઝ :   બોલિવૂડ ફિલ્મો તેમની વાર્તા અને ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ વર્ષે બોક્સ ઓફિસ પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ પરંતુ ગીતોનો ક્રેઝ પણ બરકરાર રહ્યો. બોલિવૂડ ફિલ્મોના ગીતો દર્શકોના દિલની સાથે-સાથે જીભ પર પણ વસી ગયા છે. 2024 સમાપ્ત થવામાં છે, તેથી આ છેલ્લા દિવસોમાં અમે તમારા માટે બોલીવુડના ટોચના 10 ગીતોની સૂચિ લાવ્યા છીએ. આ ગીતોએ શ્રોતાઓના દિલ તો જીત્યા જ પણ તેમને વારંવાર સાંભળવા મજબૂર કર્યા. આ રહ્યું તે ટોપ 10 ગીતોનું લિસ્ટ.

1.તેરી બાતો મેં એસા ઉલઝા જીયા

આ વર્ષે 2024માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’નું ટાઈટલ સોંગ ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીત હજુ પણ લોકોની પ્લે લિસ્ટમાં સામેલ છે.

2. તૌબા તૌબા

એમી વિર્ક, વિકી કૌશલ અને તૃપ્તિ દિમરી સ્ટારર ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ના ગીત ‘તૌબા-તૌબા’નું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ ગીત પંજાબી સિંગર કરણ ઔજલાએ ગાયું હતું.

3. સજની

વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું ગીત ‘સજની’ એક રોમેન્ટિક ગીત છે. આ ગીત દરેક યુગલની જીભ અને હૃદય પર રાજ કરે છે.

4. આજ કી રાત

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2‘ના ગીત ‘આજ કી રાત’એ વર્ષ 2024માં ધૂમ મચાવી છે. તમન્ના ભાટિયાના ડાન્સે આ ગીતને એક અલગ જ ઓળખ આપી.

5. શેર ખુલ ગયે

આ યાદીમાં ફિલ્મ ‘ફાઈટર’ના ‘શેર ખુલ ગયે’ ગીતનું નામ પણ સામેલ છે. આ ગીત બેની દયાલ, વિશાલ-શેખર અને શિલ્પા રાવે ગાયું છે.

6. તરસ

બોલિવૂડ ફિલ્મ ‘મુંજ્યા’ આ વર્ષે 7 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મના ગીત ‘તરસ’એ બધાને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા.

7. ભૂલ ભુલૈયા 3 ટાઈટલ ટ્રેક

જ્યારે હિન્દી ગીતમાં પંજાબી અને અંગ્રેજી ગીતોનું રિમિક્સ હશે ત્યારે શું થશે? આવી સ્થિતિમાં ‘ભૂલ ભુલૈયા 3નો ટાઇલ ટ્રેક’ આ ત્રણેય ભાષાઓનું મિશ્રણ બની ગયું.

8. ચોલી કે પીછે કયા હૈ

આ યાદીમાં કરીના કપૂર, કૃતિ સેનન અને તબ્બુ સ્ટારર ફિલ્મ ‘ક્રૂ’ના ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’નું નામ પણ સામેલ છે. આ ગીત બાદશાહ અને દલજીત દોસાંજે ગાયું છે.

9. આઈ નઈ

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ના ગીત ‘આઈ નયી’એ ઘણા ગીતોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ગીત ભોજપુરી અને હિન્દી બોલીનું મિશ્રણ છે અને પવન સિંહે ગાયું છે.

દેખા તૈનૂ પહેલી બાર વે

‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ‘દેખા તૈનૂ પહેલી બાર વે’ ગીત દરેક લગ્નમાં દુલ્હનની એન્ટ્રી વખતે વગાડવામાં આવતું ગીત બની ગયું છે. આ ફિલ્મ આ વર્ષે 2024માં મોટા પડદા પર રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : ચંદીગઢમાં દિલજીતની કોન્સર્ટ જોખમમાં, પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં કેમ થઈ અરજી?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button