ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs WI: ભારતે અંતિમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 88 રનથી હરાવી T20I શ્રેણી 4-1થી જીતી

Text To Speech

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ 7 ઓગસ્ટે ફોર્ટ લોડરહિલ, યુએસએ, ફ્લોરિડા ખાતે રમાઈ હતી. ભારતે આ મેચ 88 રને જીતીને શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 188 રન બનાવ્યા અને પછી વેસ્ટ ઈન્ડિઝને 15.4 ઓવરમાં 100 રનમાં આઉટ કરી દીધી. વેસ્ટ ઈન્ડિઝ માટે શિમરોન હેટમાયર ટોપ સ્કોરર રહ્યો હતો, જેણે 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય શમર બ્રુક્સે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈએ 2.4 ઓવરમાં 16 રન આપીને ચાર વિકેટ લીધી હતી. જ્યારે  અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ માટે શ્રેયસ અય્યરે 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય દીપક હુડા 38, સંજુ સેમસને 15, દિનેશ કાર્તિક 12, ઈશાન કિશન 11 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 28 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓડિન સ્મિથે ત્રણ અને જેસન હોલ્ડર, ડોમિનિક ડ્રેક્સ અને હેડન વોલ્શે એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : CWG-2022 : ભારત પર ગોલ્ડનો વરસાદ, નીતૂ અને અમિતે જીત્યા ગોલ્ડ

Back to top button