આ કંપનીએ રક્ષા મંત્રાલય સાથે ડીલ કરી, એક્સપર્ટે આપી આ શેર ખરીદવાની સલાહ
HD ન્યૂઝ ડેસ્ક : સંરક્ષણ મંત્રાલયે 12 સુખોઈ જેટ ખરીદવા માટે મોટી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે રૂ. 13,500 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. રક્ષા મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે 62.6 ટકા એરક્રાફ્ટ ઘરેલુ સામગ્રીથી બનેલા હશે. ભારતીય વાયુસેના માટે રશિયન મૂળના SU-30MKI જેટ ખરીદવામાં આવી રહ્યા છે. આ જેટ હવે એચએએલ દ્વારા આંતર-સરકારી માળખા હેઠળ બનાવવામાં આવી રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે શું કહ્યું?
રક્ષા મંત્રાલયે સોશિયલ મીડિયા મંચ એક્સ પર કહ્યું, ‘રક્ષા મંત્રાલયે 12 એસયૂ-30 એમકેઆઈ લડાકૂ જેટ ખરીદવા માટે હિંદુસ્તાન એયરોનૉટિક્સ લિમિટેડ સાથે 13500 કરોડ રૂપિયાનો કરાર કર્યોં છે. આ વિમાનોમાં 62.6 પ્રતિશત ઘરેલુ સામગ્રી હશે, જ્યારે પ્રમુખ કલપુર્જોનું નિર્માણ ભારતીય રક્ષા ઉદ્યોગ દ્ધારા કરવામાં આવશે. આ ભારતની આત્મનિર્ભરતા યાત્રામાં એક બીજો મીલનો પથ્થર છે, જેનાથી અમારા સશસ્ત્ર બળોની ક્ષમતા વધશે.
શેરની સ્થિતિ
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરની વાત કરીએ તો ગુરુવારે તે રૂ. 4661.10 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, શેર એક દિવસ અગાઉની તુલનામાં 1% ના વધારા સાથે રૂ. 4722 પર પહોંચ્યો હતો. આ વધારો એવા સમયે જોવા મળ્યો હતો જ્યારે શેરબજારની ગતિ ધીમી હતી. દરમિયાન સ્થાનિક બ્રોકરેજ આનંદ રાઠીએ આ સ્ટોક માટે રૂ. 4950નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આ સાથે બ્રોકરેજે શેર ખરીદવાની સલાહ આપી છે.
શેરહોલ્ડિંગ પેટર્ન
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં, પ્રમોટરો કંપનીમાં 71.64 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે FII પાસે 11.85 ટકા અને DII 8.33 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ રૂ. 6518.70 કરોડની આવક નોંધાવી છે, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 5083.85 કરોડની કુલ આવક કરતાં 28.22% વધુ છે. જ્યારે કંપનીની કુલ આવકની વાત કરીએ તો તે 6105.07 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, ઓનલાઈન ભરી શકાશે ફોર્મ
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં