દિલ્હીની 6 શાળાઓને બોમ્બની ધમકી મળતાં ખળભળાટ, પોલીસ-ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે
- શાળાઓમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, હાલમાં હજુ સુધી કંઈ મળ્યું નથી
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: દિલ્હીની છ શાળાઓને આજે શુક્રવારે વહેલી સવારે ઈમેલથી બોમ્બની ધમકી મળી હતી, જેના પગલે તપાસ એજન્સીઓએ પરિસરની શોધખોળ શરૂ કરી હતી. માહિતી અનુસાર, ભટનાગર પબ્લિક સ્કૂલ, પશ્ચિમ વિહાર, કેમ્બ્રિજ સ્કૂલ શ્રી નિવાસપુરી, ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, દક્ષિણ દિલ્હી પબ્લિક સ્કૂલ ડિફેન્સ કોલોની, દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ સફદરજંગ એન્ક્લેવ અને વેંકટેશ પબ્લિક સ્કૂલ રોહિણીમાં ફોન પર ધમકીઓ મળી છે. શાળાઓએ વાલીઓને તેમના બાળકોને શાળાએ ન મોકલવા મેસેજ મોકલ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે છે. શાળાઓમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં હજુ સુધી કંઈ મળ્યું નથી.
#UPDATE | A total of 6 schools in Delhi received bomb threat emails today: Delhi Fire Service
Visuals from outside of Bhatnagar International School – one of the schools that received bomb threats, via e-mail, today morning https://t.co/8qEd2TMKLf pic.twitter.com/AsnzHbCg43
— ANI (@ANI) December 13, 2024
આ વખતે વાલી શિક્ષકોની બેઠકનો ઉલ્લેખ પણ ઈમેલમાં કરવામાં આવ્યો છે. આ પછી દિલ્હી પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે કે આ લખીને અને ઈમેલ કરીને કોઈએ જાણીજોઈને ટીખળ કરી છે કે કેમ. ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
ધમકીભર્યા ઈમેલમાં શું કહેવામાં આવ્યું?
એક શાળા દ્વારા મળેલા ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, તમારી શાળાના પરિસરમાં ઘણા વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે અને મને ખાતરી છે કે તમે બધા શાળાના પરિસરમાં પ્રવેશતી વખતે વારંવાર તમારા વિદ્યાર્થીઓની બેગની તપાસ કરશો નહીં. આ પ્રવૃત્તિમાં ગુપ્ત ડાર્ક વેબ ગ્રુપ અને કેટલાક રેડ રૂમનો પણ સમાવેશ થાય છે. બોમ્બ બિલ્ડિંગને નષ્ટ કરવા અને લોકોને નુકસાન પહોંચાડવા માટે પૂરતો શક્તિશાળી છે.
13 અને 14 ડિસેમ્બરે બોમ્બ બ્લાસ્ટ કરવાની કરી વાત
ધમકી આપનાર વ્યક્તિએ ઈમેલમાં લખ્યું છે કે,અમને જાણવા મળ્યું છે કે શાળામાં શુક્રવાર અને શનિવારે PTM યોજાવા જઈ રહ્યું છે. આ દરમિયાન વાલીઓ અને શિક્ષકો ઉપરાંત બાળકો પણ હાજર રહેશે. આ જ બોમ્બથી ઉડાવી દેવાની સારી તક રહેશે. 13 અને 14મી ડિસેમ્બર આ બે દિવસો એ દિવસ હોઈ શકે છે જ્યારે તમારી શાળાએ બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડી શકે છે. ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું છે કે, શાળામાં બોમ્બ મુકવામાં આવ્યા છે અને 13-14 ડિસેમ્બરે બ્લાસ્ટ કરવામાં આવશે. અમારી માગણીઓ સંદર્ભે આ ઈમેલનો જવાબ આપો, નહીંતર બોમ્બ વિસ્ફોટ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ દિલ્હીની ઘણી સ્કૂલોને બોમ્બની ધમકી મળી ચૂકી છે. દર વખતે પોલીસની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ શાળાઓમાં તપાસ કરે છે અને બાદમાં તેને અફવાહ જાહેર કરવામાં આવે છે.
આ પણ જૂઓ: લોકસભામાં આજથી બે દિવસ બંધારણ પર શરૂ થશે ચર્ચા, કોંગ્રેસ અને ભાજપ આમને-સામને