Look Back 2024: આ 10 કલાકારોએ જીત્યા દર્શકોના દિલ, જૂઓ 2024ના ટોપ સ્ટાર્સનું લિસ્ટ
HD ન્યૂઝ : તૃપ્તિ ડિમરી, દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ અને પ્રભાસને પાછળ છોડીને 2024 માટે ભારતની સૌથી લોકપ્રિય ફિલ્મ સ્ટાર બની ગઈ છે. 29 વર્ષની તૃપ્તિ, જે એનિમલ, લૈલા મજનુ અને ભૂલ ભુલૈયા 3 નો ભાગ હતી, તેણે ભારતીય સિનેમાના કેટલાક મોટા નામોને પછાડીને IMDbની ટોપ ટેન સ્ટાર્સની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
બીજા નંબર પર દિપીકા પાદુકોણ છે. આ વર્ષે અભિનેત્રીની સિંઘમ અગેન, કલ્કિ 2898AD અને ફાઈટર એમ 3 ફિલ્મો રિલીઝ થઈ હતી. તેણે કલ્કિ 2898 એડીમાં સુમતિનું પાત્ર ભજવ્યું છે, જેમાં તેણે માતૃત્વને પડદા પર સુંદર રીતે રજૂ કર્યું છે. આ સાથે તે ઓફ સ્ક્રીન પણ માતૃત્વનો આનંદ માણી રહી છે. તેમનો ફાયરવાળો સીન આ વર્ષનો આઈકોનિક સીન બની ગયો છે. ઉપરાંત, સિંઘમ અગેઇનમાં ‘લેડી સિંઘમ’ તરીકે, દીપિકાએ રોહિત શેટ્ટીના કોપ યૂનિવર્સમાં મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ત્રીજા નંબર પર 29 વર્ષનો ઈશાન ખટ્ટર આવે છે. તેણે બીજી આંતરરાષ્ટ્રીય ટીવી સિરીઝ, ધ પરફેક્ટ કપલ (નેટફ્લિક્સ) સાથે તેનો ફેન બેઝ મજબૂત કર્યો હતો. A Suitable Boy (2020) ખટ્ટરની પહેલી ફિલ્મ હતી. તેમની પ્રતિભા તેમની પ્રથમ ફિલ્મ, ઈરાની દિગ્દર્શક માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સ (2017) માં ચમકી હતી.
પાંચમા નંબરે શોભિતા ધુલીપાલા છે. તેણે મંકી મેન દ્વારા હોલીવુડમાં પ્રવેશ કર્યો, કલ્કીએ 2898 એડી માં પાદુકોણ માટે ડબ કર્યું અને તેલુગુ સ્ટાર નાગા ચૈતન્યની સાથે સગાઈ કર્યા પછી ચર્ચામાં આવી હતી. કોઈ ફિલ્મ રિલીઝ ન થઈ હોવા છતાં, શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન જેવા કેટલાક સ્ટાર્સ તેમની કાયમી લોકપ્રિયતાને કારણે રેન્કિંગમાં સતત દેખાય છે. શાહરૂખ ખાન ચોથા સ્થાને છે જ્યારે એશ્વર્યા રાય સાતમાં સ્થાને છે.
છઠ્ઠા નંબર પર શર્વરી આવે છે, જેણે આ વર્ષે મુંજ્યા, મહારાજ અને વેદ જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે, તે ટોપ ટેનમાં સામેલ છે, જેમાં ખૂબ જ યુવા કલાકારો તેમજ જૂના નામોનો સમાવેશ થાય છે. આ યાદી એ વાતનો પુરાવો છે કે મનોરંજન અને સ્ટારડમ હવે આપણી ફિલ્મોની જેમ સમગ્ર ભારતની ઘટના બની ગઈ છે.
આઠમાં નંબરે સામંથા રુથ પ્રભુ છે. તેણે વરુણ ધવન સાથે પ્રાઇમ વિડિયો સિરીઝ સિટાડેલ: હની બન્નીમાં અભિનય કર્યો હતો. આલિયાની જેમ, સમન્થા પણ ટેબ્લોઇડની ફેવરિટ છે, તેના અંગત જીવનના કારણે પણ તે ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય રહી છે.
નવમાં નંબરે આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટએ સતત ત્રીજી વખત IMDB રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. આ વર્ષે તેને ‘જીગ્રા’માં અભિનય કર્યો અને તેને ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી છે. દીકરી રાહા અને પતિ રણબીર કપૂરના કારણે પણ તે સતત ચર્ચામાં રહે છે.વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી, આલિયાએ પેરિસ ફેશન વીક 2024માં ડેબ્યુ કર્યું હતું.
આ લિસ્ટમાં સૌથી છેલ્લે 10માં નંબર પર પ્રભાસ છે. અભિનેતા ‘કલ્કી 2898 એડી’માં તેના અભૂતપૂર્વ પ્રદર્શન માટે હેડલાઇન્સમાં આવ્યો હતો. ફિલ્મમાં તેની ભૂમિકાએ ઘણા ચાહકોને જીતી લીધા અને 2024 માં સૌથી લોકપ્રિય કલાકારોની ટોચની 10 યાદીમાં સ્થાન મેળવ્યું.
આ પણ વાંચો : Lookback 2024: જાણો આ વર્ષના ટોચના 5 ગેજેટ્સ, ગિફ્ટ કરવામાં છે બેસ્ટ ઓપ્શન
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના ટોપ 5 વિવાદો, જેણે ચર્ચાઓ જગાવી