જિંદગીથી કંટાળેલા શખ્સે એવું પગલું લીધું કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ!
નવી દિલ્હી, 12 ડિસેમ્બર, ઉત્તર ચીનમાં, એક વ્યક્તિએ કંટાળાથી કંટાળીને કંઈક એવું કરવાનું વિચાર્યું જે તેના જીવનમાં થોડો રોમાંચ લાવે. આ માટે તેણે કંઈક એવું કરવાની યોજના બનાવી જેના વિશે કોઈ વિચારી પણ ન શકે. વાત સાંભળીને નવાઈ લાગશે પરંતુ ચીનમાં જિંદગીથી કંટાળેલા શખ્સે કથિત રીતે 30,000 યુઆન (લગભગ ₹3.5 લાખ)નું ઈનામ ઓફર કરતું પોતાનું જ ધરપકડ વોરંટ પોસ્ટ કર્યુ, જેથી શખ્સની અટકાયત કરાઈ. શખ્સે દાવો કર્યો કે, મારી પાસે સબમશીન ગન છે અને મેં એક કંપની પાસેથી ખંડણી વસૂલી છે. પોલીસે કથિત રીતે વ્યક્તિની પોસ્ટની નોંધ લઇ તેની ધરપકડ કરી છે, જોકે તપાસમાં શખ્સના દાવા ખોટાં હોવાનું ખુલ્યું છે. ઈન્ટરનેટ પર પોતાના માટે ધરપકડ વોરંટ બનાવ્યું અને પોતાના માટે ઈનામની જાહેરાત પણ કરી.
ચીનમાં પોતાના જીવનથી કંટાળેલા એક વ્યક્તિએ પોતાના માટે નકલી ધરપકડની નોટિસ બનાવી અને 4,000 યુએસ ડોલર (3.3 લાખ રૂપિયા)ના ઈનામની જાહેરાત પણ કરી. આ પછી જે બન્યું તે તેના માટે ખરેખર ખૂબ જ રોમાંચક હતું. પોલીસે સોશિયલ મીડિયા પર એક ‘વોન્ટેડ પોસ્ટર’ જોયું, જેમાં તેઓ એક દુષ્ટ ગુનેગારને શોધી રહ્યા હતા જે છેતરપિંડી કરીને ભાગી ગયો હતો અને તેની પાસે મશીનગન હતી. પોસ્ટર પર એવું પણ લખવામાં આવ્યું હતું કે જે પણ તેને પકડશે તેને 3.5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જો કે, જ્યારે પોલીસ આ વ્યક્તિને શોધતી શોધતી ત્યાં પહોંચી તો આખી વાત સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા. વાંગની આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને માત્ર 24 કલાકની અંદર તેને 3.5 લાખથી વધુ વખત જોવામાં આવી, જ્યારે એક હજારથી વધુ લોકોએ તેને શેર કરી.
વાંગ નામના આ ચીની વ્યક્તિએ પોતે જ તેનું પોસ્ટર છાપ્યું હતું અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને તેની સામે ધરપકડનું વોરંટ બહાર પાડ્યું હતું. જ્યારે પોલીસે તેને પકડ્યો, ત્યારે તેણે દાવો કર્યો કે તે કંટાળાને કારણે કરેલો સ્ટંટ હતો. તેણે કહ્યું કે 11 નવેમ્બરે તેણે પોતાનું ‘વોન્ટેડ પોસ્ટર’ છપાયું અને તસવીરની નીચે એક બનાવટી વાર્તા લખી.વાંગે કુખ્યાત ગુનેગાર હોવાનો ઢોંગ કર્યો હતો. તેણે પ્રસિદ્ધ ચીની અભિનેતા, નૃત્યાંગના અને ગાયક વાંગ યિબો હોવાનો દાવો પણ કર્યો હતો. પોતાના ફોટા પર, વાંગે પ્રકાશિત કર્યું કે તેણે 10 નવેમ્બરના રોજ એક કંપની પાસેથી 30 મિલિયન યુઆન (લગભગ 35 કરોડ રૂપિયા)ની ઉચાપત કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે એક સબ મશીનગન અને 500 રાઉન્ડ દારૂગોળો છે. આગળ લખ્યું હતું કે જે વ્યક્તિ તેને શોધી કાઢશે તેને 30,000 યુઆન (લગભગ 3.5 લાખ રૂપિયા)નું ઈનામ આપવામાં આવશે.
સ્થાનિક પોલીસે શંકાસ્પદ પોસ્ટ જોતા જ તપાસ શરૂ કરી હતી. થોડા કલાકોમાં વાંગ પણ પકડાઈ ગયો. પરંતુ જ્યારે અધિકારીઓએ તેની સંપૂર્ણ તપાસ કરી, ત્યારે તેની પાસેથી કંઈપણ મળ્યું ન હતું, વાંગે કબૂલાત કરી કે આ સમગ્ર ઘટના તેના અંગત જીવનમાં કંટાળા અને ખરાબ મૂડનું પરિણામ છે. તેણે કહ્યું કે પોતાનું મનોરંજન કરવા માટે તેની સામે ધરપકડ વોરંટ કાઢ્યું છે. પરંતુ તેને ખ્યાલ નહોતો કે આ પોસ્ટ જંગલની આગની જેમ ફેલાઈ જશે.
આ પણ વાંચો..ભોપાલમાં ₹11 લાખની મેગી ભરેલી ટ્રક ચોરાઈ, કન્ટેનર મળી ગયું પણ કન્ટેનરમાંથી મેગી..