ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

ભોપાલમાં ₹11 લાખની મેગી ભરેલી ટ્રક ચોરાઈ, કન્ટેનર મળી ગયું પણ કન્ટેનરમાંથી મેગી..

ભોપાલ, 12 ડિસેમ્બર, મેગી બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને પસંદ હોય છે. ઘણા લોકો, ખાસ કરીને બાળકો, તેના માટે એટલા ક્રેઝી છે કે તેઓ તેને દરરોજ ખાઈ શકે છે. આ બધાની વચ્ચે એક અનોખા સમાચાર સામે આવ્યા છે જ્યાં મેગીના પાગલ ચોરો લાખોની કિંમતની મેગી ચોરી ગયા છે. ચોરીની આ ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. મેગીના એક પેકેટની કિંમત 12-14 રૂપિયા છે. ત્યારે મેગીના લગભગ 90 હજાર પેકેટ જેની કિંમત 10 લાખ 70 હજાર રૂપિયાથી વધુ હશે જેની ચોરી થઈ છે. માનવામાં નહિ આવે પરંતુ આ સાચું છે. અહીં ટ્રકમાં ભરેલી લાખો રૂપિયાની મેગીની થઈ હતી. ટ્રકમાં 10 લાખ 71 હજાર રૂપિયાના મેગીના પેકેટ લોડ કરવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના ભોપાલમાં અંદાજીત ₹11 લાખની કિંમતની મેગી ભરેલી ટ્રકની ચોરીનો મામલો સામે આવ્યો છે. 2 ડિસેમ્બરની સવારે ટ્રક ચાલકે કહ્યું, “મને અને ક્લીનર રાજુને અન્ય કોઈએ રાત્રે દારૂ પીવડાવ્યો અને પછી ટ્રક લઈને ભાગી ગયા.” ભોપાલ પોલીસને કોલકાતામાં કન્ટેનર ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો, પરંતુ કન્ટેનરમાંથી મેગી ન હતી. મેગી ભરેલા કન્ટેનરમાં 10 લાખ રૂપિયાથી વધુની કિંમતની મેગી હતી. ભોપાલ પોલીસને કોલકાતામાં કન્ટેનર ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું પરંતુ કન્ટેનરમાંથી મેગી ગાયબ હતી. ચોરોએ ટ્રકમાંથી ડીઝલની પણ ચોરી કરી હતી અને તેના ટાયર પણ ફોડી નાખ્યા હતા.

જાણો સમગ્ર મામલો ?
વાસ્તવમાં જે ટ્રકમાંથી લાખોની કિંમતની મેગી ચોરાઈ હતી તે ભોપાલના રહેવાસી શબ્બીરની છે. શબ્બીરે જણાવ્યું કે 28 નવેમ્બરે અમદાવાદ, ગુજરાતથી કટક (ઓડિશા) માટે ટ્રકમાં 10 લાખ 71 હજાર રૂપિયાની કિંમતના મેગીના પેકેટ લોડ કરવામાં આવ્યા હતા. 1 ડિસેમ્બરની રાત્રે આ ટ્રક ભોપાલના 11 માઈલ ટોલ પ્લાઝાથી નીકળી હતી.દરમિયાન શબ્બીરે ટ્રક ચાલકને ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ હતો. 4 ડિસેમ્બરે ટ્રક ચાલકે શબ્બીરને અન્ય કોઈના મોબાઈલ પરથી ફોન કર્યો હતો. તેમને અને ટ્રકના ક્લીનરને કોઈ અજાણ્યા વ્યક્તિએ દારૂ પીવડાવ્યો હતો અને ત્યારપછી અજાણ્યો વ્યક્તિ ટ્રક લઈને ભાગી ગયો હતો. જ્યારે શબ્બીરે તેની ટ્રકની શોધખોળ શરૂ કરી ત્યારે તેની ટ્રક કોકટા વિસ્તારમાંથી મળી આવી હતી. ત્યારબાદ શબ્બીરે પોલીસને ફોન કરી માહિતી આપી હતી. ટ્રકનો દરવાજો ખોલવામાં આવતાં ટ્રક અંદરથી સાવ ખાલી જોવા મળી હતી. તેના પર લોડ કરાયેલી 10 લાખ 71 હજાર રૂપિયાની મેગી ગાયબ હતી. એટલું જ નહીં ટ્રકનું ડીઝલ પણ ચોરાઈ ગયું હતું.

આ પણ વાંચો…તમે પણ બનો સેલિબ્રિટી! પોસ્ટ વિભાગ તમારા શુભ પ્રસંગોની સ્ટેમ્પ બનાવી આપશે

Back to top button