Lookback 2024: સેલિબ્રિટી કપલ્સ આ વર્ષમાં અલગ થઈ ગયા

- કેટલાક કપલ્સે તેમના અનેક વર્ષો જુના સંબંધો તોડ્યા, કેટલાક સેલિબ્રિટી કપલ્સ અલગ થયા તો કેટલાકના બ્રેકઅપ થયા, પરંતુ આ સંબંધો ચર્ચામાં રહ્યા
HD ન્યુઝ ડેસ્કઃ ઘણા લોકો છે જેઓ ફિલ્મી હસ્તીઓને પોતાના આદર્શ માનતા હોય છે અને તેમની લાઈફ સાથે જોડાયેલી નાની નાની વાતો જાણવામાં પણ ખૂબ જ રસ દાખવતા હોય છે. દરેક વ્યક્તિને કલાકારની ફિલ્મી દુનિયાની સાથે તેમની પર્સનલ લાઈફમાં પણ રસ હોય છે. 2024નું ( (Year Ender 2024) વર્ષ અલવિદા કહી રહ્યું છે ત્યારે જાણીએ કે આ વર્ષ સેલિબ્રિટીઝ માટે પર્સનલી કેવું રહ્યું. કેટલાક કપલ્સે તેમના અનેક વર્ષો જુના સંબંધો તોડ્યા, કેટલાક સેલિબ્રિટી કપલ્સના ડિવોર્સ થયા તો કેટલાકના બ્રેકઅપ થયા, પરંતુ આ સંબંધો ચર્ચામાં રહ્યા.
ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષે સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે બંને હવે અલગ થઈ ગયા છે. ઐશ્વર્યા અને ધનુષના લગ્ન વર્ષ 2004માં થયા હતા. જોકે 18 વર્ષ સુધી બંને સાથે રહ્યા બાદ તેઓ અલગ થઈ ગયા છે.
એ.આર. રહેમાન અને સાયરા બાનુ
સંગીત ઉસ્તાદ ગણાતા એ.આર. રહેમાન અને સાયરા બાનુના લગ્નના 29 વર્ષ બાદ તેમના સંબંધોનો અંત આવ્યો હતો. સિંગરે પોતે સોશિયલ મીડિયા પર તેના સંબંધોના ખતમ થવાની માહિતી શેર કરી હતી. એઆર રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા.
સાનિયા મિર્ઝા અને શોએબ મલિક
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી 2024માં છૂટાછેડાની જાહેરાત કરી હતી. છૂટાછેડા પછી શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક
2024ના છૂટાછેડામાં સૌથી વધુ ચર્ચિત હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકનું નામ પણ સામેલ છે. વર્ષની શરૂઆતથી જ તેમના સંબંધોમાં તિરાડના સમાચારો સામે આવવા લાગ્યા હતા. બાદમાં દંપતીએ તેમના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી હતી.
ઈમરાન ખાન અને અવંતિકા મલિક
બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાન અને અવંતિકા મલિક ઘણા વર્ષોથી અલગ રહેતા હતા. વર્ષ 2024માં બંનેએ સત્તાવાર રીતે અલગ થવાનો નિર્ણય કર્યો અને છૂટાછેડા લીધા.
એશા દેઓલ અને ભરત તખ્તાની
હેમા માલિનીની પુત્રી એશા દેઓલ અને ભરત તખ્તાનીએ પણ આ વર્ષે છૂટાછેડા લીધા છે. લગ્નના 11 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા હતા. જોકે તેમના અલગ થવાનું કારણ બહાર આવ્યું નથી.
ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર
સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરે વર્ષ 2016 માં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. 8 વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. અભિનેત્રીએ પોતે તેના છૂટાછેડા વિશે પુષ્ટિ આપી હતી.
ઈશા કોપ્પીકર અને ટીમી નારંગ
અભિનેત્રી ઈશા કોપ્પીકર અને ટીમી નારંગે 2024ની શરૂઆતમાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. 14 વર્ષથી સાથે રહેતા આ કપલે અંગત કારણોસર એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર
આ વર્ષે છૂટાછેડા સિવાય ઘણા કપલ્સના બ્રેકઅપ પણ સમાચારમાં રહ્યા છે. આ લિસ્ટમાં મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું નામ સૌથી આગળ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને આ વર્ષે અલગ થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ Lookback 2024: બોલિવૂડના ટોપ 5 વિવાદો, જેણે ચર્ચાઓ જગાવી
આ પણ વાંચોઃ Lookback 2024: આ વેબસિરીઝ બની નંબર 1, જુઓ આખું લિસ્ટ
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ