ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અજિત પવારે કાકા શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા આપતાં અનેક પ્રકારની અટકળો

Text To Speech

નવી દિલ્હી, તા.12 ડિસેમ્બર, 2024: એનસીપી પ્રમુખ શરદ પવાર આજે પોતાનો 85મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી પ્રમુખ અજિત પવાર પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. શરદ પવાર હાલમાં દિલ્હીમાં છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ હાજર રહ્યા હતા. ફડણવીસ અને અજિત પવાર સાથે જન્મદિવસની શુભકામના આપવા જતાં અનેક પ્રકારની અટકળોએ વહેતી થઈ હતી.

પીએમ મોદીએ પણ પાઠવી શુભકામના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એનસીપી પ્રમુખને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા શરદ પવારને જન્મદિવસની શુભેચ્છાઓ. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. આ ખાસ પ્રસંગે શરદ પવારે પક્ષના કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે તસવીરો પણ પાડી હતી.


તાજેતરમાં સંપન્ન થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી-એસપી ગઠબંધનને માત્ર 10 બેઠકો મળી હતી. મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ, એનસીપી-એસપી, શિવસેના-યુબીટી) એ 46 બેઠકો જીતી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 132થી વધુ બેઠકો મળી હતી. બીજી તરફ એકનાથ શિંદેની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી હતી. મહા વિકાસ અઘાડીએ માત્ર 46 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 16 અને શિવસેનાને 20 બેઠકો મળી હતી.


આ પણ વાંચોઃ દિલ્હીમાં મિત્રો સાથે તાપણું કરતા બૉડી બિલ્ડરને બદમાશોએ મારી 5 ગોળી

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button