ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

‘99% પુરૂષોનો જ વાંક’ એન્જિનિયર અતુલ સુભાષના સુસાઈડ કેસ પર કંગનાનું વિવાદિત નિવેદન

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 11 ડિસેમ્બર 2024 :   બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યાના કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. અતુલ સુભાષે તેની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી, પરંતુ આત્મહત્યા કરતા પહેલા તેણે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી અને તેને એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં અતુલ સુભાષ વિશે એવી ચર્ચા ચાલી રહી છે કે પત્નીના ત્રાસથી એક વ્યક્તિ કેટલો પરેશાન થઈ ગયો હશે કે તેણે આત્મહત્યા કરી લીધી. સુસાઈડ નોટમાં અતુલ સુભાષે પોતાના મૃત્યુ માટે પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારના સભ્યોને જવાબદાર ગણાવ્યા છે.

અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર કંગના રનૌતનું નિવેદન
અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતનું નિવેદન સામે આવ્યું છે. કંગનાએ કહ્યું કે આ મામલાની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે એક અલગ બોડીની પણ રચના કરવી જોઈએ.

કંગના રનૌતે કહ્યું કે દેશ ચોંકી ગયો છે. તેમનો વીડિયો હ્રદયદ્રાવક છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા છે ત્યાં સુધી તે સારું છે. પરંતુ સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો કીડો તેમાં છે, તે એક સમસ્યારૂપ બાબત છે.

કંગનાએ કહ્યું કે જો લોકો તેને બિઝનેસ બનાવે છે તો તેની (અતુલ સુભાષ) પાસેથી કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી, જે તેની ક્ષમતાની બહાર હતું. આ નિંદનીય છે. યુવાનો પર આ પ્રકારનો બોજ ન હોવો જોઈએ. તેમના પગાર કરતા તે ત્રણથી ચાર ગણું પ્રોવાઈડ કરી રહ્યોં હતા.

વિવાદાસ્પદ નિવેદન આપ્યું
કંગનાએ એમ પણ કહ્યું કે, એક ખોટી મહિલાનું ઉદાહરણ લઈને દરરોજ જે મહિલાઓ પરેશાન થાય છે તેમની સંખ્યાને નકારી શકાય નહીં. 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો થાય છે.

આ પણ વાંચો : સંસદમાં વિપક્ષનું અનોખું પ્રદર્શન, રાહુલ ગાંધીએ રાજનાથ સિંહને આપ્યો રાષ્ટ્રધ્વજ અને ગુલાબ

 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

 

Back to top button