ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને બહાર કાઢ્યા, વિદેશ મંત્રાલયે કહ્યું: ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા

Text To Speech
  • દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ સ્થળાંતર પ્રક્રિયા કરી છે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: સીરિયાની બશર અલ-અસદની સરકારને બળવાખોર દળો દ્વારા હટાવવાના બે દિવસ બાદ મંગળવારે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને ભારતે બહાર કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે, સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, દમાસ્કસ અને બેરૂતમાં ભારતીય દૂતાવાસોએ સ્થળાંતર પ્રક્રિયા કરી છે.

 

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

મોડી રાત્રે વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “ભારત સરકારે તાજેતરની ઘટનાઓને પગલે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે.” તેમાં કહેવામાં આવ્યું કે, “જેઓને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં જમ્મુ અને કાશ્મીરના 44 મુસાફરોનો સમાવેશ થાય છે, જેઓ સઈદા ઝૈનબમાં ફસાયેલા હતા. તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે લેબનોન પહોંચી ગયા છે અને ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઈટ્સ દ્વારા ભારત પરત ફરશે,

વિદેશ મંત્રાલયે કહ્યું કે, “સરકાર વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.” તેમાં કહેવામાં આવ્યું કે, “સીરિયામાં રહેતા ભારતીય નાગરિકોને દમાસ્કસમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.” વિદેશ મંત્રાલયે કહ્યું કે, “સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખશે.”

આ પણ જૂઓ: ખેડૂતો આ તારીખે ફરીથી દિલ્હી કરશે કૂચ, ખેડૂત નેતા સરવન પંઢેરે શંભુ બોર્ડર પરથી કરી મોટી જાહેરાત

Back to top button