આણંદ: હાઇવે પર કાર સામે શ્વાન આવતા અકસ્માત, બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ
- ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા
- સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે કાર અથડાઈ
- ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
આણંદમાં ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં હાઇવે પર શ્વાન આવી જતાં ડિવાઈડર સાથે ધડાકાભેર કારની ટક્કર થઇ છે. તારાપુર-વટામણ હાઇવે પર અચાનક શ્વાન આવતા કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી.
ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા
આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વડોદરાથી સારંગપુર જઈ રહેલા પાંચ મિત્રોને ગંભીર અકસ્માત નડતા બે મિત્રોનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ત્રણ ઈજાગસ્તો કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.
સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે કાર અથડાઈ
વડોદરાના આકાશ રાણા કાર લઈને તેમના મિત્ર અનિલ પંડયા, અક્ષય રાજપુત, પ્રણવ પંડ્યા અને જીગ્નેશ વસાવા સારંગપુર જવા માટે નીકળ્યા હતા. રાત્રે દસેક વાગ્યાના અરસામાં કાર તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. ત્યારે વરસડા સીમ નજીક અચાનક શ્વાન આડું આવતા આકાશ રાણાએ કાર રોડની ડાબી બાજુ લઈ જતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા લોખંડની રેલિંગ સાથે અથડાઈ પલટી ગઈ હતી.
ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી
અકસ્માતની જાણ થતાં 108 ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પ્રણવ પંડયા અને જીગ્નેશ વસાવાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અનિલ પંડયા તથા અક્ષય રાજપુતને ગંભીર ઈજા પહોંચતા કરમસદ મેડિકલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આકાશને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે આકાશ રાણાની ફરિયાદના આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: રિવરફ્રન્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો