ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

અમદાવાદ: રિવરફ્રન્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો

Text To Speech
  • આ આયોજન હેઠળ મોટી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે
  • મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો
  • વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરાયો છે. જેમાં હવે રિવરફ્રન્ટ પર ચા-નાસ્તાની મજા માણી શકાશે, તેમાં મુલાકાતીઓને હવે ચા-કોફી અને નાસ્તાની સુવિધા વૉક-વે પર જ મળી રહેશે.

 

વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે વૉક-વે પર ફૂડ સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ સ્ટોલની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ સ્ટોલ હરાજીથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના રિવફ્રન્ટ પર મોટી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવ્યા છે. આ આયોજન હેઠળ મોટી સંખ્યામાં ફૂડ કિઓસ્ક ઊભા કરવામાં આવશે. સ્ટોલ મેળવવા માટે હરાજી કરવામાં આવશે અને સૌથી મોટી બોલી લગાવનારને આ કિઓસ્ક આપવામાં આવશે.

મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

અત્યાર સુધી વૉક-વે પર બંને જગ્યાએ ફૂડ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે અહીં ફરવા આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો. જેથી હવે મુલાકાતીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

Back to top button